સરકારી કચેરીઓ માટે વર્ષ 2021ની રજાઓ કરાઈ જાહેર

453

સરકારી કચેરીઓ માટે વર્ષ 2021ની રજાઓ કરાઈ જાહેર

ગુજરાત સરકાર દ્વારા 2021ના વર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 22 જાહેર રજાઓ છે. તેમજ 44 મરજિયાત રજાઓ છે. આ યાદીમાં જાહેર રજાઓમાં 5 રજાઓ રવિવારે આવતી હોવાથી તેનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી. જ્યારે મરજિયાત રજાઓમાં 8 રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કરેલ નથી.

રવિવારે આવનાર રજાઓમાં મહાવીર જન્મ જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. તેમજ શનિવારે આવતી ગાંધી જયંતિ, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તહેવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉથી લેખિત અરજી કરવી કરવી પડશે.

 

Holiday list