હિન્દુ-મુસ્લીમ એકતાની મિસાલ, હિન્દુ કન્યાનુ કન્યાદાન કરતા ભાવનગરના આ મુસ્લીમ આગેવાન..

638

આજકાલ સમાજમાં જેની સર્વાધિક જરૂર છે તે હિન્દુ-મુસ્લિમ એકતાનું વધુ એક દ્રષ્ટાંત ભાવનગર શહેરમાં જોવા મળ્યું છે. શહેરના ભાવનગર પરા વિસ્તારમાં એક આર્થિક જરૂરિયાતમંદ હિન્દુ પરિવારનું ત્યાં લગ્ન હતા ત્યારે શહેર ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી મુરાદભાઈએ લગ્નમાં કન્યાદાન..

કરી ધાર્મિક સમરસતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

આ અંગે મુરાદભાઇએ જણાવ્યું હતું તે કન્યા અંકીતા અને વરરાજા મયુર બન્નેના પિતાને હું ઓળખું છું. ધીરૂભાઇ જે મયુરના | પિતા છે તે રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઇજ રંગકામ કરે છે. કન્યા અંકીતાના પિતા પણ મુકેશભાઇને પણ હું ઓળખું છે. અગાઉ આ લગ્ન સમૂહ લગ્નમાં થવાના હતા પણ..

મેં બન્ને કુટુંબને સમજાવી લગ્ન કરાવ્યા અને તેમાં મેં અને મારા પત્ની રિઝવાનાબહેને વિધિવત રીતે ચાંદી અને અન્ય ચીજવસ્તુઓનો કરિયાવર આપી કન્યાદાન કર્યું હતુ. મુરાદભાઇએ જણાવ્યું હતુ કે હવે મારે અંકીતા આખી જિંદગી પુત્રી સમાન રહેશે. આ લગ્નથી અમારા પરિવારો વચ્ચે કાયમી સંબંધ બંધાયો છે..

આજે સમાજમાં ચો તરફ જ્યારે વર્ગ વિગ્રહની સ્થિતી જોવા મળતી થઈ છે ત્યારે કલા અને સંસ્કૃતિની નગરી ગણાતા ભાવનગરે સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રને વધુ એક વખત કોમી એખલાસનો રાહ ચિંધ્યો છે..

જેમાં હિન્દુ લગ્ન પ્રસંગ વેળાએ એક મુસ્લિમ પરિવારે કન્યાના પિતાની જેમ આવી કન્યાદાન કરી ફરજ બજાવી હતી. હવે આ હિન્દુ અને મુસ્લિમ પરિવાર વચ્ચે જે મિત્રતાનો સંબંધ હતો તે હવે કાયમી સંબંધમાં પરિણમ્યો છે.