હીરો Xtreme 200S બાઈક લોન્ચ

544

હીરો Xtreme 200S બાઈક લોન્ચ

હીરો મોટોકોર્પે BS6 કમ્પ્લાયન્ટમાં Xtreme 200S બાઈક લોન્ચ કરી, કિંમત માત્ર આટલી

હીરો મોટોકોર્પે મંગળવારે BS6 Xtreme 200S બાઈક લોન્ચ કરી છે. આ પ્રીમિયમ બાઈક લૂકમાં બજાજ પલ્સર NS 200, KTM 200 Duke, ટીવીએસ અપાચે RTR 200 4V અને બજાજ પલ્સર RS200 જેવી લાગે છે.

નવી હીરો એક્સ્ટ્રીમ 200S BS6ની કિંમત 1,15,716 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે આ બાઈકના BS4 વેરિયન્ટની કિંમત 1,00,900 રૂપિયા હતી, જેનો મતલબ છે કે નવું મોડલ તમને 14,816 રૂપિયા વધારે મોંધું પડશે. આ બાઈકમાં નવો ફેરફાર છે તેનું નવું ઓઈલ-કૂલર અને તે પર્લ વ્હાઈટ કલર સાથે આવે છે.

નવી એક્સ્ટ્રીમ 200S બાઈકમાં 200ccનું પાવરફુલ એન્જીન છે. આ એન્જિન 18PS પાવર અને 16.4Nm ટોર્ક જનરેટ કરે છે. બીજી તરફ નવું ઓઈલ-કૂલર એન્જિનને ગરમ થતા અટકાવે છે અને તમારા રાઈડિંગ અનુભવને વધારે સારો બનાવે છે.

આ બાઈકમાં 7-સ્ટેપ એડજસ્ટેબલ મોનો શોક સસ્પેન્શન આપેલું છે જે હેન્ડલિંગને વધારે છે. સેફ્ટી માટે બાઈકમાં ટ્વિન ડિસ્ક બ્રેક્સ આપેલી છે. હીરોના આ બાઈકમાં બ્લૂટુથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ગિયર ઈન્ડિકેટર સાથે LCD ડિજિટલ ક્લસ્ટર, ટ્રિપ મિટર અને સર્વિસ રિમાઈન્ડર જેવા ખાસ ફીચર્સ આપેલા છે

હીરો એક્સટ્રીમ 200Sમાં કોમ્પેક્ટ એક્ઝોસ્ટ, ટ્વીન LED હેડલેમ્પ, LED ટેલલેમ્પ સાથે સ્લીડ ડિઝાઈન તેને સ્પોર્ટી લૂક આપે છે. આ બાઈ લાલ, પેન્થર બ્લેક અને ન્યૂ પર્લ ફેડલેસ વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ રહેશે. આ સાથે જ હીરોની આ બાઈક સાથે કંપની રોડ સાઈડ ઓસિસ્ટન્ટની કોમ્પલિમેન્ટરી સેવા એક વર્ષ માટે આપી રહી છે.

હીરોમોટોકોર્પના નવીન ચૌહાણ કહે છે, નવી Xtreme 200S અમારો પ્રીમિયમ સેગમેન્ટ તરફનો ફોકસ દર્શાવે છે. અમારા પ્રીમિયમ પ્રોડક્ટ્સ જેવા કે Xtream 160R અને XPulse 200 BS-VI જેવી બાઈકને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મને વિશ્વાસ છે કે Xtreme 200S પણ તેટલી જ સફળ બનશે.