હૈદરાબાદમાં તહેવાર જેવું વાતાવરણઃ પોલીસને ખભા પર ઉચકીને ઉપરથી ફૂલ વરસાવ્યા, મહિલાઓએ રાખડી બાંધી.

0
501

આજે હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી પોલીસની એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ બનાવ ગુરુવારે મોડી રાત્રે નેશનલ હાઇવે – 44 નજીક થયો.

આ એન્કાઉન્ટર બાદ સોશિયલ મીડિયામાં હૈદરાબાદ પોલીસના ચારેબાજુથી વખાણ થઈ રહ્યા છે. આ સ્થિતિ જોવા હૈદરાબાદના આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર પહોચવા લાગ્યા અને પોલીસને ઉચકીને તેના પર ફૂલોનો વરસાદ કર્યો હતો.

આ એન્કાઉન્ટરના સમાચાર મળતાની સાથે જ લોકો ઘટના સ્થળે પહોંચવા લાગ્યા હતા. સ્થિતિ એ હતી કે લોકો પોલીસને તેમના ખભા પર ઉંચકી રહ્યા હતા અને પોલીસના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા.

પુલની ઉપરથી પોલીસ પર લોકોએ ફૂલો વરસાવ્યા હતા. તેઓએ હૈદરાબાદ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. એન્કાઉન્ટરના સ્થળ પાસે હજારો લોકો હાજર હતા. ત્યાં લોકો સૂત્રોચ્ચાર કર્યા અને ફૂલો વરસાવ્યા હતા.

ઘટના સ્થળે પહોંચેલા લોકો એસીપી ઝિંદાબાદ અને ડીસીપી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જેમાં યુવાનો અને મહિલાઓ પણ સામેલ હતી. સોશિયલ મીડિયા પર પણ યુવક-યુવતીઓ હૈદરાબાદ પોલીસ અને સાયબરાબાદ પોલીસ Police Cyberabad Commisioner V.C. Sajjanar (IPS) કમિશનર વીસી સજ્જનારની પ્રશંસા કરી હતી.

આ હતા ચાર આરોપીઓ જેને પ્રિયંકા રેડી પર રેપ કર્યો હતો…

પુરા ભારતમાંથી રોસ ફાટી નીકળ્યો હતો, અને અંતે ભગવાને પણ આ આરોપીને સજા અપાવડાવી…