મુકેશ અંબાણી ગુજરાતમાં બનાવી રહ્યા છે વિશ્વનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય, જાણો ક્યારે લોકો મુલાકાત લઇ શકશે..

601

દેશના સૌથી અમીર વ્યક્તિ અને સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણી એક ZOO(પ્રાણી સંગ્રહાલય) બનાવવા જઈ રહ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવશે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતા રિલાયન્સ ગ્રૂપ ડાયરેકટર અને કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે.

અંબાણી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં આ પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર તે દુનિયાના સૌથી મોટા ઝુમાંનુ એક હશે. રિલાયન્સ કૉર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નાથવાણીએ કહ્યુ કે વર્ષ 2023માં આ ઝુ ખુલવાની આશા છે. તેમાં સ્થાનિક સરકારની મદદ કરવા માટે એક રેસ્ક્યુ સેન્ટર પણ શામેલ હશે.

બ્લૂમબર્ગ બિલેનિયન ઈંડેક્સ અનુસાર હાલમાં મુકેશ અંબાણી દુનિયાના 11માં સૌથી વધુ અમીર વ્યક્તિ છે અને તેઓ 80.9 અબજ ડૉલર(લગભગ 5794.18 અબજ રૂપિયા)ની સંપત્તિના માલિક છે.

ફૉર્બ્ઝ બિલિયોનેર ઈંડેક્સ અનુસાર અંબાણી દુનિયાના 12માં સૌથી વધુ અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ 79.1 અબજ ડૉલર છે. હાલમાં જ ચીની વેપારી ઝોંગ શાનશાન મુકેશ અંબાણીના સ્થાને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ગયા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં વધારો નોંધવામાં આવ્યો છે.

આરઆઈએલની બજારની સ્થિતિ 24,914 કરોડ રૂપિયાથી વધીને 13,18,952.34 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે અમેરિકી ટેકનોલૉજી ફર્મ કાલકૉમ સાથે મળીને રિલાયન્સ જિયોએ અમેરિકામાં પોતાની 5જી ટેકનોલૉજીનુ સફળ પરીક્ષણ કર્યુ છે.

અમેરિકાના સેન ડિએગોમાં થયેલ એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં આ ઘોષણા કરવામાં આવી હતી. રિલાયન્સ જિયોના પ્રમુખ મેથ્યુ ઓમાને કહ્યુ હતુ કે કાલકૉમ અને રિલાયન્સની સબસિડરી રેડિસિસ સાથે મળીને અમે 5જી ટેકનિક પર કામ કરી રહ્યા છે જેથી ભારતમાં તેને જલ્દી લૉન્ચ કરી શકાય. 15 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સામાન્ય સભામાં રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ 5જી ટેકનોલૉજીના આવિષ્કારની ઘોષણા કરી હતી