અમદાવાદમાં જાહેરમાં પાન-મસાલા ખાઈ થુંકવા બદલ કોર્પોરેશને ઈ-મેમોથી રૂ 100નો દંડ ફટકાર્યો !!

0
552

જાહેરમાં પાન-મસાલા ખાઈ થુંકવા બદલ કોર્પોરેશને ઈ-મેમોથી રૂ 100નો દંડ ફટકાર્યો

અમદાવાદ : ઈ-મેમોથી જાહેરમાં થુકનાર પર કાર્યવાહી કરનાર AMC દેશની પ્રથમ કોર્પોરેશન, એક  સ્ટેચ્યુ પાસે પાનની પિચકારી કરનારને ઈ-મેમોથી દંડ ફટકારાયો,

અમદાવાદઃ નારાણપુરામાં આવેલા એક સ્ટેચ્યુ પાસે જાહેરમાં થુકવા બદલ એક વ્યક્તિને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને રૂ 100 નો દંડ ફટકાર્યો છે.

AMC એ જાહેરમાં થુકવા બદલ કોઈને ઈ-મેમોથી દંડ ફટકાર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

ગાડીનંબર પરથી AMC એ ઈ-મેમો ઘરે મોકલ્યો.

જ્યારે એ બાઈક પર નારણપુરાના એક સ્ટેચ્યુ પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમણે જાહેર રોડ પર પાનની પિચકારી મારી હતી.

આ ઘટના AMC ના કેમેરામાં કેદ થતાં કોર્પોરેશનને તેમના ગાડી નંબર પરથી તેમને ઈ-મેમો ફટકાર્યો હતો.

આ સંદર્ભે એ ભાઈએ AMC ઓફિસે આ 100 રૂનો દંડ ભર્યો હતો.

5 હજાર CCTV જાહેરમાં થુકનાર પર વોચ કરી રહ્યા છેઃ અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવાયેલા 5000 CCTV કેમેરા અમદાવાદીઓ પર નીગરાની કરી રહ્યા છે.

AMC ના અધિકારીઓને 15 દિવસ પહેલાં જ ટ્રેનિંગ અપાઈ છે કે જાહેરમાં પાન-મસાલા ખાઈ પિચકારી કરનાર લોકોને ઈ-મેમોથી દંડ કરવાના છે.

જેના સંદર્ભે AMC એ 20 એપ્રિલે ઈ-મેમો દ્વારા આ દંડ ફટકાર્યો હતો. ઈ-મેમોથી દંડ ફટકાનાર અમદાવાદ મ્યુ. કોર્પોરેશનએ દેશની પ્રથમ કોર્પોરેશન છે.

: નમસ્કાર મિત્રો :
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરશો. બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર. “ આપણું ભાવનગર” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, ............................................................ ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે ............................................... Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of Apnu Bhavnagar. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.