મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના 18 દરવાજા ખોલાયા

335

મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના 18 દરવાજા ખોલાયા, કાંઠા વિસ્તારના ગામોને કરાયાં એલર્ટ

મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક થતાં ડેમના 18 દરવાજા 12 ફૂટ સુધી તબક્કાવાર ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

મોરબી અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં વરસાદી નીરની આવક થઈ છે. જેના કારણે તકેદારીના ભાગરૂપે ડેમના 18 દરવાજા તબક્કાવાર ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર પર મચ્છુ નદીના પટમાં અવરજવર ન કરવાની સુચના આપવામાં આવી છે.

જુઓ વીડિયો…