ગુજરાતી વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો, દુલ્હન સાથે આ સ્ટાઈલમાં આપ્યા પોઝ..

615

ભરૂચ: હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલે છે ત્યારે દુલ્હાઓ અને દુલ્હનો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અલગ-અલગ આઈડિયા વાપરે છે..

ત્યારે રવિવારે ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં સફેદ કલરના એક હેલિકોપ્ટરે અચાનક લેન્ડિંગ કરતાં લોકો અંચબામાં પડી ગયા હતાં. હેલિકોપ્ટર લેન્ડિંગ થતાં જ ગામના લોકો જોવા માટે ઉમટી પડ્યાં હતાં. હેલિકોપ્ટરમાંથી ઉતરીને વરરાજા લિમોઝીનમાં બેસીને પરણવા ગયા હતા.


વડોદરામાં રહેતા અને સાવલીમાં પ્લાસ્ટિક ફેક્ટરી ધરાવતા વસંત પટેલના પુત્ર બાદલ પટેલના લગ્ન ઝઘડિયાના પાણેથા ગામે રહેતા ધારીખેડી સુગરના ડિરેક્ટર અતુલ પટેલની પુત્રી અનલ સાથે નક્કી થયા હતા.

વરરાજા બાદલ પટેલ પોતાની જાન પાણેથા ગામે હેલિકોપ્ટરમાં લઈને ગયા હતા. જેવું હેલિકોપ્ટર લેન્ડ થયું કે પાણેથા ગામના લોકો તેને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.વરરાજા બાદલ પટેલે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરીને પરિવારજનો અને સંબંધીઓ સાતે તસવીર ખેંચાવી હતી.

લિકોપ્ટરને જોવા ઉમટી પડેલાં ગામલોકોને કાબૂમાં રાખવા માટે બાઉન્સર્સની મદદ પણ લેવામાં આવી હતી.


વરરાજા બાદલ પટેલ અને વધૂ અનલ પટેલે હેલિકોપ્ટર આગળ ઉભા રહીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં બાદલ પટેલે કહ્યું હતું, ‘‘મેં પહેલેથી જ નક્કી કર્યુ હતું કે લગ્ન કરવા જઈશળ ત્યારે હેલિકોપ્ટર લઈને જ જઈશ.’’વરરાજા બાદલ પટેલ વડોદરામાં રહે છે અને સાવલીમાં પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવે છે.