ગરિમા અબરોલે પણ હવે ફ્લાઈંગ ઓફિસર તરીકે ઇન્ડિયન એર ફોર્સ જોઈન કર્યું

207

ગરિમા અબરોલે પણ હવે ફ્લાઈંગ ઓફિસર તરીકે ઇન્ડિયન એર ફોર્સ જોઈન કર્યું

ફેબ્રુઆરી 2019ના રોજ બેંગલુરૂ ખાતે મિરાજ-2000 ફાઈટર પ્લેનની ટેસ્ટ ફ્લાઇટ વખતે થયેલા ક્રેશમાં શહીદ થનારા સ્ક્વોડ્રન લીડર સમીર અબરોલનાં પત્ની ગરિમા અબરોલે પણ હવે ફ્લાઈંગ ઓફિસર તરીકે ઇન્ડિયન એર ફોર્સ જોઈન કર્યું છે.

સમીર અને ગરિમાનાં લગ્ન 2015માં થયાં હતાં. પતિના અવસાન વખતે ગરિમાએ લખેલી ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ ખાસ્સી વાઇરલ થઈ હતી.

MBA અને ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર એવાં ગરિમા અબરોલ એરફોર્સ માટેની અઘરી સર્વિસ સિલેકશન બોર્ડની પરીક્ષા પાસ કરીને એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ માટે જોડાયાં હતાં. ગઈકાલે શનિવારે હૈદરાબાદના ડુંડીગલ એરપોર્ટ ખાતે યોજાયેલી પાસિંગ આઉટ પરેડ માં ગરિમા અબરોલ પણ સામેલ હતાં.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પરેડની સલામી લીધી હતી. ગરિમાએ માત્ર બત્રીસ વર્ષની ઉંમરે શહીદ થનારા પતિને પોતાનો એરફોર્સ યુનિફોર્મ સમર્પિત કર્યો છે. ગરિમા અબરોલના આ જુસ્સાને સલામ..