જો તમે પણ તમારા ઘરમા ગંગા જળ રાખો છો, તો જરૂરથી રાખો આ સાવધાની, નહિતર…

213

આપણે કેટલા વર્ષોથી ગંગા નદીનું પવિત્ર પાણીને ગંગાજળ તરીકે ઓળખતા આવીએ છીએ. ધાર્મિક કાર્યોમા આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ધર્મમાં ગંગા નદીને શુભ માનવામાં આવે છે. તેમાં સ્નાન કરવાથી જીવનમાં કરેલા બધા પાપનો નાશ થાય છે. તેમની કૃપાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. જે લોકો સ્નાન કરવા જાય તે ગંગાજળને ઘરે લાવે છે. ઘરમાં તેને છાટવાથી ઘરમાં પવિત્રતા રહે છે અને ખરાબ વિચારો દૂર થાય છે.

ગંગાજળને ઘરમાં રાખવું એ શુભ માનવામાં આવે છે. તેને યોગ્ય સ્થળે ઘરમાં રાખવું જોઈએ. નહિ તો કેટલીક મુશ્કેલીઓ જીવનમાં આવી શકે છે. પ્લાસ્ટિકની બોટલમાં તેને ન રાખવું જોઈએ. તે અપશુકન કહેવામા આવે છે. તેને આપણે તાંબાની લોટી અથવા ચાંદીની લોટીમાં રાખવું જોઈએ. તેની પૂજા કરવી જોઈએ. ઘરમાં તેને ચોખ્ખી અને શુદ્ધ જ્ગ્યાએ રાખવું જોઈએ.

આપણા ઘરમાં જે જ્ગ્યાએ ગંગાજળ મૂકવામાં આવ્યું હોય તે જ્ગ્યાને શુદ્ધ રાખવી જોઈએ. તેનો ઉપયોગ કરતી વખતે હાથ સ્વસ્છ રાખવા જોઈએ. ગંગાજીની પૂજા કરતી વખતે તે જલને હાથમાં લેવું જોઈએ. જે જ્ગ્યાએ તે રાખ્યું હોય ત્યાં કોઈ માંસ કે ધૂમ્રપાન ન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં દુખ આવી શકે છે. તે જલનો ઉપયોગ થોડા સમયે કરવો જોઈએ. તેથી તમારા ઘરનું વાતાવરણ સારું રહે છે.

તાંબાની લોટીમાં ચોખ્ખું પાણી ભરીને તેમાં ગંગાજળ નાખવું જોઈએ. તે પાણીને પીપળે શનિવારના દિવસે ચઢાવવું જોઈએ. તેથી તમારા જીવનની અનેક સમસ્યાઓ દૂર થશે અને જીવનમાં સુખ અને શાંતિ મેળવી શકો છો. તેને સૂર્યનો પ્રકાશ આવે તે રીતે રાખવું જોઈએ. તેને કબાટમાં ન રાખવું. ધાર્મિક કામમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. નાહી-ધોઈને તેમની પૂજા કરવી જોઈએ. પૂજા કરતી વખતે કોઈ જગ્યાએ ગંદકી ન હોવી જોઈએ.

ગંગાજળને રાખવા માટે પવિત્ર ઘરનું મંદિર હોય છે. પહેલાના સમયમાં રાજાઑ તે પાણી પીવા માટે ઉપયોગ કરતાં. તે લોકો આ પાણીને દવા સમાન માનતા. તે નદીમાં બે નદીઑ મળે છે. ભાગીરથી નદી ગંગોત્રીથી આવે છે અને અલકનંદા નદી બદ્રીનાથથી આવે છે. તેને માતા કહેવામા આવે છે. ઘરમાં અજવાળું આવે તે જ્ગ્યાએ તેને રાખવું જોઈએ.

ઉતરકાશી જિલ્લાની ગંગોત્રી છે. તે ધર્મમાં એક પવિત્ર શહેર માનવામાં આવે છે. ત્યાથી ગંગાની શરૂઆત થાય છે. તે જે જ્ગ્યાએથી નીકળે છે. તેને ગૌમુખ કહેવાય છે. તે શહેરથી થોડી દૂર નીકળે છે. તેના પાણીને પ્લાસ્ટિકની બોટલમાં રાખવું એ અપશુકન કહેવામા આવે છે.