સુરતમાં આગની ઘટનામાં એક યુવાનએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બે વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા!!

625

સુરતમાં આગની ઘટનામાં એક યુવાનએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બે વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા.

આવા ભયાનક સમયમાં પોતાની સૂઝબૂજ ગુમાવ્યા વગર આ વ્યક્તિએ કરેલા કાર્યના લીધે અસલી હીરો બન્યો હતો. સુરતના આ અસલી હીરોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજા માળેથી આગથી બચવા કુદતા બાળકોને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. આ યુવાન જેને જીવ જોખમમાં મૂકીને પણ બાળકોના જીવ બચાવવા પ્રયાસ કરનાર યુવાનનું નામ કેતન નારણભાઇ જોરવાડિયા છે અને આ યુવાને બે લોકોના જીવ પણ બચાવ્યા અને પોતાના જીવને જોખમમાં મૂકી બાળકોને બચાવવા પ્રયાસો કર્યા હતા.

સુરતના અસલી હીરો કેતને જણાવ્યું કે, આગ લાગવાની ઘટના સમયે મે જોયુ કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મે બીજા માળે જઈ તેમને બચાવવાનો પ્રયત્ન કરી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો..

ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટનામાં 13થી વધુ વિદ્યાર્થીઓ આગની ઝપેટમાં આવી મોત થયા હતા. જ્યારે અન્ય પોતાનો જીવ બચાવવા માટે રીતસરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા. એમાંથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક 20ની આજુબાજુ પહોંચી ગયો છે. પોતાના વ્હાલસોયા બાળકોના મોતના પગલે વાલીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથ ધરાયું હતું. પાણીનો મારો શરૂ કર્યો હતો,? પણ ચોથા માળે પહોંચવા માટે મોટી સીડી ન હોવાથી તંત્ર કઈ ખાસ કરી શક્યું ન હતું, તેમજ ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આજુબાજુ લોકોના ટોળાનો રોસ ફાટી નીકળ્યો હતો. 

News 18 Interview with ketan-

ન્યૂઝ18 ગુજરાતીએ સુરતના તે સાચા 'હિરો' સાથે વાત કરી જેણે આશરે 15 લોકોના અગ્નિકાંડમાં જીવ બચાવ્યા

News18 Gujarati એ કરી સુરતના તે સાચા 'હિરો' સાથે વાત કરી જેણે આશરે 15 લોકોના અગ્નિકાંડમાં જીવ બચાવ્યા #SuratFireTragedy

News18 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, २४ मे, २०१९