હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે માત્ર એક જ ડૉક્યુમેન્ટની જરૂર પડશે

621

હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે માત્ર એક જ ડૉક્યુમેન્ટની જરૂર પડશે

ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે પહેલા સરકારી વિભાગના ચક્કર લગાવવા પડતા હતા. તો રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન નિયમ 1989માં સંશોધન બાદ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવવું હવે સરળ થઇ ગયુ છે.

લાયસન્સ બનાવવું થયુ ખુબ સરળ

પોર્ટલ પર રાખી શકશો દસ્તાવેજ

ડિજીટલ કોપી બતાવીને થશે કામ

 

લાઇસન્સ માટે હવે વધારે ડૉક્યુમેન્ટ્સની જરૂર નહી પડે માત્ર આધારકાર્ડ દ્વારા તમે લાયસન્સ બનાવડાવી શકો છો અને તે પણ ઓનલાઇન.

આધારકાર્ડના માધ્યમથી હવે તમે લાયસન્સ બનાવવું, લાયસન્સ રિન્યુઅલ અને રજીસ્ટ્રેશન જેવી સુવિધા લઇ શકશો. તો બીજી તરફ તમે તમારા બધા જ ડૉક્યુમેન્ટ સરકારી પોર્ટલ પર સંભાળીને રાખી શકો છો,

ગાડીના પેપર્સ સાથે રાખવાની જરૂર નહી

ગયા વર્ષે ઓક્ટોબરમાં બનાવવામાં આવેલા નિયમ હેઠળ તમારે તમારી ગાડીના પેપર્સ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન ડૉક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટીફિકેટ્સ, પરમિટ્સ સાથે રાખવાની જરૂર નથી. હવે તમે ટ્રાફિક પોલિસને ડિજીટલ કોપી પણ બતાવી શકશો.

 

પોર્ટલ પર સુરક્ષિત રહેશે દસ્તાવેજ 

તમે તમારા વાહન સાથે જોડાયેલા ડૉક્યુમેન્ટ્સ સરકારી પોર્ટલ પર સેફ રાખી શકો છો. તેની ડિજીટલ કોપી બતાવીને તમારુ કામ પણ કઢાવી શકો છો. નવા નિયમ બાદ હવે ગાડીના દસ્તાવેજ સાથે રાખવાની કોઇ જ જરૂર નથી, ડ્રાઇવિંગ લાયસન્સ અને ઇ ચલાન સહિત વાહનના ડૉક્યુમેન્ટને મેન્ટેન રાખી શકાશે.

સોર્સ