ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પર કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

852

ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પર કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત

ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી મુદ્દે લેવાયો મોટો નિર્ણય

વાહનના દસ્તાવેજ 31 માર્ચ 2021 સુધી માન્ય ગણાશે

કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

કેન્દ્ર સરકારે જાહેર કર્યા નિર્દેશ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસીની માન્યતાને વધારીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે.

કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે લાયસન્સ તથા આરસી બુક સહિતના વાહનના દસ્તાવેજોની માન્યતાને વધારીને સામન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે. મંત્રાલય દ્વારા દેશના બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આ નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે.

નાગરિકોને મળી મોટી રાહત

મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ સહિત વાહન સાથે જોડાયેલા દસ્તાવેજોની માન્યતાને વધારી છે. રજીસ્ટ્રેશનને લગતા દસ્તાવેજ તથા ગાડીની પરમીટ, ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા આ દિવસોમાં આગામી દિવસોમાં સમાપ્ત થઈ રહી હોય તેમને આ રાહત મળી છે. હવે જો માન્યતા આ દિવસોમાં સમાપ્ત થઈ પણ ગઈ હશે તો તે 31 માર્ચ 2021 સુધી માન્ય તો ગણાશે જ. આટલું ન નહીં ફેબ્રુઆરી 2020થી લઈને 31 માર્ચ 2021 સુધી જે દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે તે બધા પર આ નિર્ણય લાગુ પડશે.

નવા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમને રોકવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને સલાહ આપવામાં આવે છે કે વાહન દસ્તાવોની માન્યતા 31 માર્ચ 2021 સુધી માન્ય ગણવામાં આવશે.

દરેક રાજ્ય પર લાગુ થશે નિર્દેશ

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયની મદદથી દેશના નાગરિકોને સામાજિક સુરક્ષા બનાવી રાખવા અને પરિવહન સંબંધી સેવાઓનો લાભ ઉઠાવવામાં મદદ મળશે. સરકારે દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવા દિશાનિર્દેશ લાગુ કરી દેવા માટે અનુરોધ કર્યો છે જેથી નાગરિકો તથા ટ્રાન્સપોર્ટર્સને કોરોના વાયરસ મહામારી દરમિયાન કોઈ પરેશાનીનો સામનો કરવો પડે નહીં.

સોર્સ