સરકારે બેન્ક ખાતાધારકોને આપી મોટી ભેટ

922

સરકારે બેન્ક ખાતાધારકોને આપી મોટી ભેટ

તાજેતરમાં જ સરકારે પબ્લિક સેક્ટરની બેન્કો (PSBs) માટે પોતાના ગ્રાહકોને સુવિધાઓ આપવા માટે ડોર સ્ટેપ બેન્કિંગ (Door Step Banking) શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત અનેક બેન્કિંગ સેવાઓ તમને ઘરે બેઠા મળે છે. જાહેર ક્ષેત્રની યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા (Union Bank of India) પણ ડોર સ્ટેપ બેન્કિંગની સુવિધા ગ્રાહકોને આપી રહી છે. 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, દિવ્યાંગો અને ગંભીર રૂપે બીમાર લોકો માટે આ સર્વિસ કારગર સાબિત થઇ શકે છે. ડોર સ્ટેપ બેન્કિંગનો પાયો રિઝર્વ બેન્કે (RBI) થોડા વર્ષો પહેલા મુક્યો હતો.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સપ્ટેમ્બર મહિનામાં પબ્લિક સેક્ટર બેન્કો (PSBs)ની ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ પહેલને લૉન્ચ કરી હતી.

તેનાથઈ ગ્રાહકો માટે પોતાના ઘરે બેન્કિંગ સર્વિસિઝ મેળવવી સરળ બની જશે. આ પહેલ ‘ઇનહેંસ્ડ એક્સેસ એન્ડ સર્વિસ એક્સીલેંસ’ (EASE) સુધારોનો હિસ્સો છે, જેને નાણાકીય સેવા વિભાગે 2018માં લૉન્ચ કરી હતી.

પિક અપ સર્વિસિઝ

ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસિઝની પિક અપ સર્વિસમાં આ સુવિધાઓ મળશે-

 • ચેક/ડિમાંડ ડ્રાફ્ટ/પે ઓર્ડર
 • નવી ચેકબુક રેક્યૂશન સ્લીપ
 • લાઇફ સર્ટિફિકેટ
 • 15G/15H ફોર્મ
 • IT ચાલાન/સરકારી બિઝનેસ/GSTનુ પિકઅપ કરી શકાય છે.

 

ડિલીવરી સર્વિસ

 • એકાઉન્ટ સ્ટેટમેન્ટ
 • નૉન-પર્સનલાઇઝ્ડ ચેક બુક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર
 • કેશ વિડ્રોલ ફેસિલિટી ઉપલબ્ધ
 • પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ / ગિફ્ટ કાર્ડ
 • TDS/ફોર્મ 16 સર્ટિફિકેટ
 • ટર્મ ડિપોઝિટ રિસિપ્ટ /અક્નોલેજમેન્ટ

PSB ની ડોરસ્ટેપ બેન્કિંગ પહેલમાં ગ્રાહક સુવિધા શીર્ષ પ્રાથમિકતા છે. ગ્રાહકોને કૉલ સેન્ટરના યુનિવર્સલ ટચ પોઇન્ટ્સ, વેબ પોર્ટલ અથવા મોબાઇલ એપથી તેમના ઘરે બેન્કિંગ સર્વિસ પૂરી પાડવામાં આવશે. તેમને દેશમાં 100 સેન્ટર્સ પર સિલેક્ટેડ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ડોરસ્ટેપ બેન્કિંગ એજન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સોર્સ