કોરોનાની રસી લીધા પછી 2 મહિના સુધી દારૂ નહીં પીવાનો

488

કોરોનાની રસી લીધા પછી 2 મહિના સુધી દારૂ નહીં પીવાનો

રશિયામાં સ્પુતનિક-વી રસી લેવા માટે વિચિત્ર આદેશથી દેકારો
લોકોએ કહ્યું, ફેસ્ટિવ સિઝનમાં દારૂ છોડવાનો તણાવ રસીની ખરાબ અસર કરતાં પણ વધુ ખરાબ બશે..

WHOના અનુસાર, દારૂ પીવાના કેસમાં રશિયા વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ છે.દુનિયામાં સૌથી પહેલી વેક્સિન બનાવનાર રશિયામાં વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવાનો છે.

તેના માટે અહીં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ સ્પુતનિક-વી વેક્સિન લેનારાઓને આગામી 2 મહિના સુધી દારૂ ન પીવાની સલાહ આપી છે.

રશિયાની વેક્સિન ‘સ્પૂતનિક-વી’ના બે ડોઝ 21-21 દિવસના અંતરાલમાં આપવામાં આવશે.
સૌથી પહેલા સમજો ડેપ્યુટી વડાપ્રધાને લોકોને શું અપીલ કરી
રશિયાના ડેપ્યુટી વડાપ્રધાન ટાટિયાના ગોલિકોવાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન લોકોને ઓછામાં ઓછા 42 દિવસ સુધી આ સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું,

એ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. માસ્ક જરૂરથી પહેરવો. સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. લોકોના સંપર્કમાં બને ત્યાં સુધી ઓછું આવવું. એવી ઈમ્યુનોપ્રેઝન્ટ દવાઓ પણ ન લેવી જે ઈમ્યુનિટી વધારતા અટકાવતી હોય.

આલ્કોહોલ અને વેક્સિન પર વિવિધ નિવેદન
રશિયાના કન્ઝ્યુમર સેફ્ટી હેડ એના પોપોવાના જણાવ્યા પ્રમાણે, વેક્સિનના બંને ઈન્જેક્શન લેતી વખતે 42 દિવસ સુધી આલ્કોહોલ લેવાનું બંધ કરી દેવું. જો હેલ્ધી બોડી અને વેક્સિન ઈમ્યુન રિસ્પોન્સ સારો જોઈએ તો હોય તો દારૂ પીવાનું બંધ કરવું પડશે.

સ્પુતનિક-વી વેક્સિન તૈયાર કરનાર એલેક્ઝેન્ડર ગિંટ્સબર્ગનું નિવેદન સરાકરની અપીલની વિરુદ્ધ છે. એલેક્ઝેન્ડરે સોશિયલ મીડિયા પર લખ્યું, એક ગ્લાસ શેમ્પેઈન ન તો તમને હેરાન કરશે અને ન તો તમારી ઈમ્યુન સિસ્ટમને. ન્યૂઝ એજન્સી રોયટરના અનુસાર, એલેક્ઝેન્ડરના જણાવ્યા પ્રમાણે, ઈન્જેક્શન લીધાના 3 દિવસ પહેલા અને 3 દિવસ બાદ દારૂ ન લેવું.

આ સલાહ દરેક વેક્સિન પર લાગું થાય છે, સ્પુતનિક-વી પર પણ.