‘બ્લેક પેન્થર’ના આ હિરોનું નિધન…

331

લોકડાઉનના દિવસો દરમિયાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ પોતાના દિગ્ગજ કલાકારો ગુમાવ્યા છે હોલીવુડ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા ચેડવિક બોસમેનના નિધનના સમાચાર આવ્યા છે.

image source હોલીવુડ ઇન્ડસ્ટ્રીની સુપરહિટ ફિલ્મ ‘બ્લેક પેન્થર’ (Black Panther) ના અભિનેતા ચેડવિક બોસમેન (Chadwick Boseman) નું નિધન થઈ ગયું છે. આજે તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૦ શનિવારના રોજ લોસ એન્જલિસમાં પોતાના નિવાસસ્થાને કોલન કેન્સરના કારણે ૪૩ વર્ષની ઉમરમાં અભિનેતા ચેડવિક બોસમેનએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતા બોસમેનના મૃત્યુના સમાચાર સાંભળીને હોલીવુડ ઇન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડ ઇન્ડસ્ટ્રી સુધી શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે.

image source અભિનેતા ચેડવિક બોસમેનના ફેન્સથી લઈને સ્ટાર્સ સુધી દરેક અભિનેતા ચેડવિક બોસમેનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. આપને જણાવીએ કે, હોલીવુડ અભિનેતા ચેડવિક બોસમેન છેલ્લા ચાર વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. અભિનેતા ચેડવિક બોસમેનને કોલોન કેન્સર (આંતરડાનું કેન્સર)થી પીડાઈ રહ્યા હતા. ન્યુઝ એજન્સી એએફપીના જણાવ્યા મુજબ,

અભિનેતા ચેડવિક બોસમેનના પ્રતિનિધિએ જણાવ્યું છે કે, દિવંગત અભિનેતા ચેડવિક બોસમેનની પત્ની અને પરિવાર અંતિમ સમયમાં તેમની સાથે હતા. અભિનેતા ચેડવિક બોસમેનનું નિધન થઈ ગયા પછી તેમના પરિવાર તરફથી એક અધિકારીક બયાન પણ જાહેર કરવામાં આવ્યું છે.

image source અભિનેતા ચેડવિક બોસમેનના પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે, ‘એક સાચા યોદ્ધા, ચેડવિકએ પોતાના સંઘર્ષ દ્વારા આપના સુધી તે બધી ફિલ્મો પહોચાડી, જેને આપે ખુબ જ પ્રેમ આપ્યો.’ આ સાથે જ પરિવાર દ્વારા એ પણ જણાવાયું છે કે, છેલ્લા ચાર વર્ષથી ચેડવિક બોસમેન અભિનય કરવાની સાથે સાથે જ ચેડવિક બોસમેન ની સર્જરી અને કીમોથેરપી પણ શરુ રાખી હતી. અભિનેતા ચેડવિક બોસમેનના પરિવારએ આ પણ કહ્યું છે કે, ફિલ્મ ‘બ્લેક પેન્થર’માં સમ્રાટ ટી- ચાલા (King T’ Challa)નું પાત્ર નિભાવવું તેમના માટે સમ્માનની વાત હતી.

ફિલ્મ ‘બ્લેક પેન્થર’એ સુપરસ્ટાર બનાવ્યા. અભિનેતા ચેડવિક બોસમેનએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ફિલ્મ ‘42’ અને ‘ગેટ ઓન અપ’ જેવી ફિલ્મોમાં કામ કરીને હોલીવુડમાં નામના પ્રાપ્ત કરી છે. તેમજ વર્ષ ૨૦૧૮માં માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ફિલ્મ ‘બ્લેક પેન્થર’માં કિંગ ટી- ચાલાનું પાત્ર નિભાવીને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

ત્યાર બાદ ફિલ્મ ‘એવેન્જર્સ- ઇન્ફીનિટી વોર’ અને ફિલ્મ ‘એવેન્જર્સ- એન્ડ ગેમ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. હોલીવુડ અભિનેતા ચેડવિક બોસમેનની છેલ્લી ફિલ્મ ‘દા 5 બ્લડ્સ’ ફિલ્મ આ વર્ષે જ રીલીઝ થઈ છે