આ દેશ બન્યો મડદાઓનો ટાપુ, કોરોનાને લીધે ટ્રકો ભરીને આવે છે ! લાશોના ઢગલાં! કયા નાખવી તે ચિંતા…

601

દુનિયાભરમાં કોરોના મહામારીને કહેર સતત વધતો જઈ રહ્યો છે. આ મહામારીથી 200થી વધુ દેશો પ્રભા વિત થયા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ચેપના 29 લાખ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 2 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.

આ રોગચાળાથી સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયા છે. અહીં 55 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ન્યૂયોર્ક અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ન્યુયોર્ક સ્ટેટમાં કોરોનાથી 16,599 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ન્યુયોર્ક સિટીમાં મોતની સંખ્યા 12 હજારથી વધી ગઈ છે.

પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લાશોને ક્યાં દફનાવવી તેની સમસ્યા ઉભી થઈ ગઈ છે. લાશોને રાખવા માટે કોઈ જગ્યા નથી. સૌથી મોટી સમસ્યા લાવારિસ લાશોના નિકાલની છે. તેને ધ્યાનમાં રાખીને ત્યાં હાર્ટ આઇલેન્ડમાં લાશોને દફનાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ત્યાં કબરો ખોદીને ઘણા શબને એક સાથે દફનાવવામાં આવ્યા છે. આ મૃતદેહો ન્યૂયોર્કથી મોટી ટ્રકોમાં અહીં લાવવામાં આવી રહ્યા છે. અહીં આશરે 10 હજાર લાવારિશ લાશોને દફનાવવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને આ જગ્યાને ‘આઈલેન્ડ ઓફ ડેડ’ એટલે કે મડદાઓનો ટાપુ કહેવામાં આવી રહ્યું છે. ‘ધ હાર્ટ આઈલેન્ડ પ્રોજેક્ટ’ના પ્રમુખ, મેલિન્ડા હોન્ટ કહે છે કે તેણે તેના જીવનમાં ક્યારેય આવી વસ્તુ જોઈ નહોતી.

મેલિંડાએ કહ્યું કે લાગે છે કે આ એક નરસંહાર છે. અહીં, સેંકડો મૃતદેહો એક સાથે દફનાવવામાં આવ્યા છે, જેમાં 15 દિવસ સુધી કોઈ દાવેદાર સામે આવતા નથી. આ જગ્યાએ અગાઉ શબને સામૂહિક રીતે દફનાવવામાં આવ્યા છે. 1860ની સિવિલ વૉરથી માંડીને 1918ના સ્પેનિશ ફ્લૂ અને 1980ના એડ્સ રોગચાળાથી મોટી સંખ્યામાં મૃતકોને અહીં દફનાવવામાં આવ્યા હતા.

હાર્ટ આઇલેન્ડને મડદાઓનો ટાપુ પણ કહેવામાં આવે છે. અહીં ઘણી બધી લાશો એક સાથે મોટી કબરો ખોદીને દફનાવવામાં આવી રહી છે. ન્યુયોર્કમાં કોરોનાથી એટલા બધા મોત થયા છે કે લાશોને દફનાવવા માટે કોઈ જગ્યા બાકી નથી. દાવા વગરની લાશોની સંખ્યા વધારે છે.

હાર્ટ આઇલેન્ડમાં ઘણા લોકો કબર ખોદવાની કામગીરીમાં લાગેલા છે. તો, કેટલાક લોકો કબરમાં કૉફીનને ઉતારવામાં રોકાયેલા જોવા મળે છે. તે એક ભયાવહ દ્રશ્ય છે. હાર્ટ આઇલેન્ડનો નજારો. આ સ્થાન કબ્રસ્તાન તરીકે પ્રખ્યાત છે. હવે કોરોના દર્દીઓની લાશો સામૂહિક રીતે દફનાવવામાં આવી રહી છે અને તેને મડદાઓનો ટીલો કહેવામાં આવે છે.

હાર્ટ આઇલેન્ડ એટલે કે આઇલેન્ડ ઓફ ડેડનું દૃશ્ય. અહીં કોરોના રોગચાળાથી પીડિત આશરે 10 હજાર લોકોની લાશો દફનાવવામાં આવશે. લોકો હાર્ટ આઇલેન્ડમાં કબરો ખોદવામાં રોકાયેલા છે. અહીં, સૌથી મોટી કબર ખોદવામાં આવી રહી છે અને એક સાથે અનેક લાશો દફનાવવામાં આવી રહી છે.

લાશને દફનાવવા માટે હાર્ટ આઇલેન્ડમાં લાંબી અને ઉંડી ખાઈ ખોદવામાં આવી રહી છે. આ ટાપુ એકદમ મોટો છે. હાર્ટ આઇલેન્ડમાં વિશાળ કબરો ખોદવાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે. જો મૃતદેહોને વહેલા દફનાવવામાં ન આવ્યા હોત, તો તેમને સુરક્ષિત રાખવા મુશ્કેલ બનશે.

હાર્ટ આઇલેન્ડમાં ખોદાયેલી વિશાળ કબરો. અહીં ચારેય બાજુ સન્નાટો જોવા મળે છે. લાશને દફનાવવા માટે ટ્રકોમાં લાવવામાં આવી રહી છે.

હાર્ટ આઇલેન્ડમાં એક કબર.આવી કબર કોરોનાથી મૃત્યુ પામેલાં વ્યક્તિને મળી શકશે નહીં.

હાર્ટ આઈલેન્ડનું એક દ્રશ્ય અહીં ઝાડ અને છોડ અને હરિયાળીની કોઈ કમી નથી, પરંતુ હાલમાં અહીંના દ્રશ્યો ડરામણા છે.

હાર્ટ આઇલેન્ડનું એક બર્ડ આઈ દ્રશ્ય. મોટી લાંબી કબરો ખોદવામાં વ્યસ્ત લોકો નજરે પડે છે. આ ટાપુનો ઉપયોગ ભૂતકાળમાં રોગચાળામાં સામૂહિકરૂપે મૃત લોકોને દફનાવવા માટે પણ કરવામાં આવતો હતો.

મૃતદેહોને ન્યૂયોર્કથી મોટી ટ્રકોમાં દફન માટે હાર્ટ આઇલેન્ડ લઈ જવામાં આવી રહી છે.

હાર્ટ આઇલેન્ડનો નજારો. 1860ની સિવિલ વૉરથી માંડીને 1918ના સ્પેનિશ ફ્લૂ અને 1980ના એડ્સ રોગચાળાથી મોટી સંખ્યામાં મૃતકોને અહીં દફનાવવામાં આવ્યા હતા આ સ્થાનને હવે મુડદાઓનો ટાપુ કહેવામાં આવે છે.