કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઈ રાજ્યોને ગાઈડલાઈન મોકલી

453

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઈ રાજ્યોને ગાઈડલાઈન મોકલી

આ ગાઈડલાઈન પ્રમાણે દરરોજ એક સેશનમાં 100થી 200 લોકોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશન બાદ 30 મિનિટ સુધી મોનિટરીંગ કરવામાં આવશે કે આ વેક્સિનની કોઈ આડઅસર તો થઈ રહી નથી.

ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિકતાના આધાર પર ફક્ત એવા લોકોને જ વેક્સિન આપવામાં આવશે કે જેમનું અગાઉથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હોય.

વેક્સિનને લગતી ગાઈડલાઈનગાઈડલાઈન પ્રમાણે કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક સિસ્ટમ કોવિન મારફતે રજિસ્ટર્ડ લોકોને ટ્રેક કરવામાં આવશે અને તે સાથે જ એન્ટી-કોરોના વાઈરસ વેક્સિનની રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન મેળવવામાં આવશે.

અગાઉથી રજિસ્ટર્ડ વ્યક્તિનું જ વેક્સિનેશન કરવામા આવશે. સ્થળ પર જ વેક્સિનેશનની કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી.રાજ્યોને એક જિલ્લામાં એક જ વેક્સિન મેન્યુફેક્ચરરની વેક્સિનની ફાળવણી કરવા કહેવામાં આવ્યુ છે,

જેથી ફિલ્ડમાં વિવિધ પ્રકારની કોવિડ વેક્સિન મિક્સ ન થઈ શકે