જાણો ! અમેરિકા શા માટે ચીનને સૌથી મોટું દુશ્મન માને છે. આ રહ્યાં એના પાંચ કારણ.

454

અમેરિકામાં પણ ભારતની જેમ’ટિકટૉક’ ઉપર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી છે…

ચીનના અમુક સ્થળે જતા અમેરિકન ના વીજા પણ અમેરિકા અટકાવવા લાગ્યું છે..

હાલમાં જ એક ભારતની સરહદમાં ચીને પગ પેસારો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમેરિકા એ પણ ભારતને સાથ આપવાની વાત કરી હતી.

ફરી એક વખત અમેરિકાએ તેના ત્રણ સૈન્ય જહાજને દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં મોકલ્યા. ચીન દ્વારા અત્યારસુધી આ વિસ્તાર ઉપર દાવો કરવામાં આવ્યો છે અને ત્યાં સૈન્ય કવાયત પણ હાથ ધરી હતી..

અમેરિકાની સેનેટે જેમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ બૅન્ક ચીનના અધિકારીઓ સાથે આર્થિક વ્યવહાર કરશે, તેમની ઉપર દંડ લાદવામાં આવશે…

જર્મનીમાંથી સૈનિકોની સંખ્યા ઘટાડીને તેને ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં તહેનાત કર્યા..

H-1B વિઝા ઉપર અમેરિકાએ વર્ષના અંતભાગ સુધી નિયંત્રણ લાદવાનો નિર્ણય કર્યો. જેની સીધી અસર ચીન તથા ભારતના નાગરિકો પર પડશે…

અમેરિકાએ આપેલાં મોટાભાગના નિવેદન તથા નિર્ણય સીધી કે આડકતરી રીતે ચીન સંબંધિત હતા..

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા તથા ચીન વચ્ચેની તકરાર આમ તો નવી નથી, પરંતુ કોવિડ-19ની મહામારીના છ મહિના દરમિયાન જાહેરમાં આ ગઈ છે..

કોવિડ-19ને કારણે વિશ્વ તથા અમેરિકામાં જે રીતે ખુંવારી થઈ છે, તેના માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વખત જાહેરમાં ચીનને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. ટ્રમ્પનો આરોપ છે કે ચીને લાંબા સમય સુધી બીમારી વિશેની વિગતો છૂપાવી રાખી હતી.

ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ જવાબદાર ઠેરવી છે અને તેની ઉપર ચીનને છાવરવાનો આરોપ મૂક્યો છે. તેઓ અનેક વખત પોતાના ટ્વીટમાં કોરોના વાઇરસને ‘ચાઇના વાઇરસ’ કહીને ટાંકે છે.

તિબેટ, હૉંગકૉંગ, દક્ષિણ ચીન કે ભારતના બહાને ચીનની ઉપર પ્રહાર કરવાની તક અમેરિકાએ છોડી નથી. હવે, FBI (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર પણ આ વાત કહી ચૂક્યા છે.

FBIના ડાયરેક્ટર ક્રિસ્ટૉફર રેએ વૉશિંગ્ટનની હડસન ઇન્સ્ટિટ્યૂટ ખાતેના કાર્યક્રમમાં ચીનની સરકાર ઉપર જાસૂસી કરવાનો તથા ગુપ્ત માહિતી ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો. આ સિવાય તેમણે ચીનને અમેરિકાના ભવિષ્ય માટે ‘લાંબાગાળે અત્યારસુધીનું સૌથી મોટું જોખમ’ ગણાવ્યું. ‘પરંતુ અમેરિકા શા માટે ચીનને ખુદને માટે જોખમરુપ માને છે?’

આ સવાલના જવાબમાં ક્રિસ્ટૉફરે કહ્યું, ‘બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયાના બે દેશ મહાશક્તિ તરીકે સ્થાપિત થયા. ત્યારબાદ બંને દેશો વચ્ચે શીતયુદ્ધની શરૂઆત થઈ, જે 1990 સુધી ચાલ્યું.’

‘ત્યારબાદ સોવિયેટ સંઘનું વિઘટન થઈ ગયું અને માત્ર રશિયા જ ટકી શક્યું. અમેરિકા ખુદને એકલી મહાસત્તા માનવા લાગ્યું, પરંતુ 1990થી 2020ની સ્થિતિ દરમિયાન પરિસ્થિતિમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે.’

85 વર્ષના આ વૃદ્ધથી ચીન આટલું કેમ ચીડાય છે?
આર્થિક મહાશક્તિ