VI યુઝર્સ માટે લાવ્યું શાનદાર ડેટા પ્લાન

293

VI યુઝર્સ માટે લાવ્યું શાનદાર ડેટા પ્લાન

વર્ક ફ્રોમ હોમના કારણે ડેટાનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. તેને જોતા જ Vodafone, Idea પોતાના ગ્રાહકો માટે ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. ખાસ વાત તો એ છ કે, VI ના પોસ્ટપેડ ડેટા પેક પ્લાનની શરૂઆતી કિંમત 100 રૂપિયાથી થાય છે. સાથે જ કંપની 200 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરે છે. આ ડેટા પેકમાં ગ્રાહકોને 50 GB સુધીના ડેટાનો ફાયદો આપવામાં આવે છે. તો આવો જાણીએ આ પ્લાનની આખી જાણકારી વિશે.

કંપનીનું કહેવુ છે કે, યૂઝર આ ડેટા પેકને કસ્ટમર સર્વિસ પર કોલ કરીને એક્ટિવેટ કરાવી શકે છે. ડેટા પેક 100 રૂપિયા અને 200 રૂપિયાનો છે. આ બંને પેકમાં ગ્રાહકોને ઘણો વધારે ડેટા આપવામાં આવી રહ્યો છે.

100 રૂપિયામાં મળે છે 20 GB ડેટા

Vodafone,Idea ના પોસ્ટપેડ યૂઝર્સ વધારે ડેટા મેળવવા માટે 100 રૂપિયા ડેટા પેકથી રિચાર્જ કરી શકે છે. ગ્રાહકોને તેમાં 20 GB ડેટા ઓફર આપવામાં આવે છે.

સસ્તી કિંમતમાં 50GB ડેટા પણ

બીજી તરફની 200 રૂપિયાવાળા ડેટા પેક પ્લાનની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને 50GB ડેટાનો ફાયદો મળશે.

VI નો 699 રૂપિયાવાળો REDX પ્લાન

Vodafone ના 699 રૂપિયાવાળા આ પ્લાનની ખાસ વાત એ છે કે, તેમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહી છે. પ્લાનમાં અનલિમિટેડ ડેટાનો ફાયદો આપવામાં આવે છે. Vi એન્ટરટેનમેન્ટ પ્લસના નામથી પણ પ્રખ્યાત આ પ્લાનમાં કેપિંગની સાથે 150GB આપવામાં આવે છે. પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMSનો પણ ફાયદો મળે છે.

આ પ્લાનના બાકી ફાયદાની વાત કરીએ તો તેમાં 999 રૂપિયાના એમેઝોન પ્રાઈમ મેંબરશિપની સાથે Vi Movies અને TV નું પણ ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામા આવે છે. એટલુ જ નહી તેમાં ઝોમેટોથી ઓર્ડર કરવા પર 200 રૂપિયા સુધીની છૂટ અને 125 રૂપિયા MPL કેશ પણ આપવામાં આવે છે.

સોર્સ