સુપ્રીમનો આદેશ: ખાનગી લેબમાં પણ કોરોનાની તપાસ ફ્રીમાં કરાવો, કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કાર્ય કરે

362

પ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ મુદ્દે થયેલી (supreme) પીઆઈએલની સુનાવણી વિડીયો કોન્ફરન્સથી થઈ હતી. પ્રાઈવેટ લેબોરેટરીઓમાં પણ કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

એ માટે જરૂરી હોય (supreme)એવા તમામ પગલાં ભરવાનો આદેશ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. પ્રાઈવેટ લેબોરેટરીમાં કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ એ અંગેની એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.

સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ મુદ્દે થયેલી પીઆઈએલની સુનાવણી વિડીયો કોન્ફરન્સથી થઈ..

સિનિયર એડવોકેટ શશાંક દેવ સોઢીએ કરેલી પીઆઈએલની સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે દેશની પ્રાઈવેટ લેબોરેટરીમાં કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ અને તે માટે બીજી બધી જ વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ અશોક ભૂષણ અને એસ. રવીન્દ્ર ભટ્ટની બેંચે જણાવ્યું હતું કે અમારી પાસે આવેલી અરજીમાં એવો સંદેહ વ્યક્ત થયો છે કે આગામી દિવસોમાં સરકાર ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટિંગની મંજૂરી આપશે અને તે માટે આશરે ૪૫૦૦થી ૫૦૦૦ જેટલી કિંમત રાખવાની પણ શક્યતા છે.

પરંતુ આટલો ઊંચો ચાર્જ દેશના સામાન્ય લોકો ચૂકવી શકે તેમ નથી. એટલે સરકારે જે પણ વ્યવસ્થા કરવી પડે તે કરીને ખાનગી લેબોરેટરી સાથે મળીને એક તંત્ર ગોઠવવું જોઈએ કે જેમાં સંભવિત કોરોના દર્દીઓના સેમ્પલની તપાસ નિ:શુલ્ક થઈ શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં ખાનગી હોસ્પિટલો અને ખાનગી લેબોરેટરીઓની ભૂમિકા બહુ જ મહત્વની..

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં ખાનગી હોસ્પિટલો અને ખાનગી લેબોરેટરીઓની ભૂમિકા બહુ જ મહત્વની છે. ત્યારે પ્રાઈવેટ હેલ્થ સેક્ટર સાથે મળીને સરકારી હેલ્થ સેક્ટરે કામ કરવું જોઈએ. એની (અર્થતંત્રને લગતી) બાકીની વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને કરવી જોઈએ..gstvnews