ધો-10ની પરીક્ષા વહેલી યોજાશે, ધો-10,12ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર..

740

અમદાવાદઃ હાલમાં યોજાયેલ ગુજરાત બોર્ડ પરીક્ષા સમિતિની બેઠકમાં આગામી વર્ષે યોજાનારી ધોરણ 10 અને 12ના અલગ અલગ પ્રવાહની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

જોકે ગાંધીનગરમાં યોજાયેલ આ બેઠકમાંથી ધો-10ના વિધાર્થીઓ માટે થોડાક ખરાબ સમાચાર આવ્યા છે. કેમકે ધો-10ની બોર્ડની પરીક્ષા આ વર્ષે વહેલી યોજાશે.

માર્ચ 2020માં યોજનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થઇ ગયું છે. માર્ચ 2020 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં 5 માર્ચથી શરૂ બોર્ડની પરીક્ષા શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની તારીખ જાહેર કરવામાં આવી છે

ધો-10ની બોર્ડની પરીક્ષા આ વર્ષે વહેલી યોજાશે.

જાણો સમગ્ર કાર્યક્રમ :

ધોરણ 10 બોર્ડની પરીક્ષા 5 માર્ચથી 17 માર્ચ વચ્ચે , ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5 માર્ચ થી 16 માર્ચ સુધી યોજાશે, સામાન્ય પ્રવાહ ધોરણ 12ની પરીક્ષા 5 માર્ચથી 21 માર્ચ વચ્ચે યોજાશે.

ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે આ વર્ષે 10 નવા પરીક્ષા કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે.