મોદી સરકારે પેન્શનર્સને આપી મોટી ભેટ

1023

મોદી સરકારે પેન્શનર્સને આપી મોટી ભેટ

મોદી સરકારે કોરોના સંકટ વચ્ચે 65 લાખથી વધુ કેન્દ્રીય પેન્શનર્સને મોટી ભેટ આપી છે. પેન્શનર્સ માટે હવે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવાની ડેડલાઇન વધારી દેવામાં આવી છે. હવે પેન્શનર્સ ફેબ્રુઆરી 2021 સુધી આ કામ પૂરુ કરી શકે છે. 31 ડિસેમ્બર તેની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આશરે 2 મહિનાનો વધારાનો સમય પેન્શનર્સને આપવામાં આવ્યો છે.

લાઇફ સર્ટિફિકેટ પેન્શનરના જીવંત હોવાનું પ્રમાણ છે. તેને જમા ન કરવા પર સરકાર દ્વારા પેન્શન મળવાનું બંધ થઇ શકે છે. સામાન્ય દિવસોમાં લાઇફ સર્ટિફિકેટ 30 નવેમ્બર સુધી જમા કરાવાનું હોય છે. દર વર્ષે આ સર્ટિફિકેટ જમા કરાવવુ જરૂરી છે.

પીપીઓ પર તાજેતરમાં જ લેવાયો નિર્ણય

પેન્શનર્સ હવે ‘ડિજીલોકર’માં પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ)ને સ્ટોર કરી શકે છે.

હકીકત અનેક પેન્શનભોગીઓએ સમયની સાથે સાથે પીપીઓની ઑરિજનલ કૉપી ગુમાવી દીધી હોય છે જે બાદ તેમને પેન્શન સાથે સંબંધિત કાર્યો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં ડિજીલોકરમાં પીપીઓને સ્ટોર કરી તે ટેન્શનમુક્ત થઇ શકે છે.

ઘરેબેઠા જમા કરાવો લાઇફ સર્ટિફિકેટ

જો તમે પેન્શનર હોવ અને તમારુ લાઇફ સર્ટિફિકેટ જમા ન થયુ હોય તો જલ્દી જ તમારુ પેન્શન આવવાનું બંધ થઇ જશે. ઑનલાઇન માધ્યમથી તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. જણાવી દઇએ કે ભારતીય સ્ટેટ બેન્ક (SBI)પાસે સૌથી વધુ પેન્શન ખાતા (આશરે 36 લાખ) અને 14 સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસિંગ સેલ છે.

SBIએ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેના માટે બેન્કે જણાવ્યું છે કે pensionseva.sbi ની મદદ લઇ શકાય છે. આ ઉપરાંત તમે ઉમંગ એપની મદદ પણ લઇ શકો છો. આ ઉપરાંત જે પેન્શનર બેન્ક ન જઇ શકે તે કોઇ મેજીસ્ટ્રેટ અથવા ગેજેટેડ અધિકારી પાસે સાઇન કરાવીને પોતાનુ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે.

SBIની સાઇટ પરથી જમા કરાવો લાઇફ સર્ટિફિકેટ

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની ઑફિશિયલ વેબસાઇટ https://www.pensionseva.sbi/ પર જઇને તમારો એકાઉન્ટ નંબર નાખો. તે બાદ જન્મ તારીખ અને બેન્કનો બ્રાન્ચ કોડ નાંખો. તે બેન્કનો બ્રાન્ચ કોડ નાંખવાનો છે જે બેન્કમાં તમારુ પેન્શન આવે છે. તે બાદ તે એકાઉન્ટમાં તમે જે મેલ આઇડી આપ્યુ છે તે નાંખો. તે બાદ પાસવર્ડ નાંખીને તમારુ એકાઉન્ટ ક્રિએટ કરો. હવે તમને પેન્શન અને એકાઉન્ટ સાથે સંબંધિત તમામ સર્વિસ મળશે. રજીસ્ટ્રેશન બાદ પેન્શનરની ઇમેલ આઇડી પર મેલ આવશે. તેમાં એકાઉન્ટ એક્ટિવેશન માટે એક લિંક હશે. લિંક પર ક્લિક કરતાં જ ખાતુ એક્ટિવેટ થઇ જશે. એકાઉન્ટ એક્ટિવ થવા પર પેન્શનર ઇમેલ આઇડી અને પાસવર્ડથી વેબસાઇટ પર લોગઇન કરી શકો છો.

Umang એપથી આ રીતે જમા કરાવો સર્ટિફિકેટ

UMANG Appમાં તમારે Jeevan Pramaan service પર જવાનું છે. તે બાદ તમારા મોબાઇલથી biometric device કનેક્ટ કરો. લાઇફ સર્ટિફિકેટ સર્વિસ અંતર્ગત General Life Certificateના ટેબ પર ક્લિક કરો. પછી Pension Authentication માં જાઓ. અહીં તમને આધાર નંબર અને મોબાઇલ નંબર દેખાશે. બંને વસ્તુઓ બરાબર હોય તો generate OTP પર ક્લિક કરો. તમારા મોબાઇલ પર આવેલા OTP નંબરને એન્ટર કરો અને સબમિટ કરો. તમારા બાયોમેટ્રિક ડિવાઇસની મદદથી તમારી ફિંગરપ્રિન્ટ સ્કેન કરો. ફિંગરપ્રિન્ટ મેચ થતાં જ Digital Life Certificate તૈયાર થઇ જશે. સર્ટિફિકેટ જોવા માટે View Certificate પર ક્લિક કરો. આધાર નંબર દ્વારા તેને જોઇ શકાય છે.

સોર્સ