જાણો ! અમેરિકાની આર્મીના આ ડ્રોન વિશે.. જેનો શિકાર, ઈરાનના કમાંડર કાસિમ બન્યા!

517

બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ એક ધમાકો થયો અને તેની અસર આખા વિશ્વમાં વર્તાઈ રહી છે. આ હુમલાની જવાબદારી અમેરિકાએ લીધી છે. ઈરાનના બીજા નંબરના સૌથી તાકાતવર વ્યક્તિને અમેરિકા સેનાને એક ડ્રોને નિશાન બનાવ્યો.

અમેરિકામાં આ આદેશ ટ્રંપ પ્રશાસન આપવામાં આવ્યો હતો. કમાંડર જનરલ કાસિમ સુલેમાન ઈરાની સેનાના તેજ તરાર કમાંડર માનવામાં આવતા હતા અને તેઓએ ઈરાન માટે ઘણાં બધા ઓપરેશન પાર પાડેલા છે.

ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને અમેરિકાએ પહેલાંથી જ આતંકવાદી જાહેર કર્યા હતા. તેઓની સામે આર્થિક પ્રતિબંધ પણ લગાવ્યા હતા. જાણીએ એક ક્યું ડ્રોન છે જેના દ્વારા અમેરિકાએ બગદાદના ઈન્ટરનેશનલ એરપોર્ટથી નીકળીને જઈ રહેલાં કાસિમના કાફલાને નિશાન બનાવ્યો અને અમેરિકા આ ઓપરેશનમાં સફળ રહ્યું. જો કે આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમેરિકાએ સીધો જ હુમલો ઈરાનની સેનાના અધિકારી પર કર્યો છે અને તેને લઈને આ ઈરાન જવાબી કાર્યવાહી કરી શકે છે. જો આ બદલામાં અન્ય દેશ જોડાઈ તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છમકલું થવાની શક્યતા છે. ઈરાને કાસિમ સુલેમાનીના મોત પર 3 દિવસના શોકની જાહેરાત કરી છે અને અમેરિકાને પડકાર ફેંક્યો છે કે તેઓ આ ઘટનાનો બદલો લેશે.

ડ્રોનનું નામ છે MQ-9, આ છે તેની ખાસિયતો
MQ-9 ડ્રોનને અમેરિકા સેનાનું સૌથી શક્તિશાળી ડ્રોન માનવામાં આવે છે. આ ડ્રોન 1150 માઈલ સુધી સફર કરી શકે છે. દુશ્મન દેશને ખબર પણ ના પડે તેમ આ ડ્રોન 50 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ ડ્રોનને 2007ના વર્ષમાં અમેરિકાની સેનામાં સામેલ કરવામાં આવ્યું છે. 230 માઈલની ઝડપથી આ ડ્રોન ઉડી શકે છે અને પોતાના ટાર્ગેટને ટ્રેક કરી શકે છે.

અત્યાધુનિક હથિયારો સાથે આ ડ્રોન લેસ છે અને તેમાં લાગેલી મિસાઈલ સટિક નિશાન તાકીને હુમલો કરી શકે છે. આ ડ્રોન પાઈલટ અને સેંસર ઓપરેટર દ્વારા દૂરથી સંચાલિત કરી શકાય છે. આ ડ્રોન એજીએમ-114 હેલફાયર મિસાઈલ અને અન્ય ખતરનાક હથિયારો સાથે લઈ જવા સક્ષમ છે.