અમદાવાદમાં થલતેજના ગાર્ડનમાં રાતોરાત સ્ટીલનું મોનોલિથ સ્ટ્રક્ચર ખડકાઈ જતાં કૌતુક સર્જાયું

308

અમદાવાદમાં થલતેજના ગાર્ડનમાં રાતોરાત સ્ટીલનું મોનોલિથ સ્ટ્રક્ચર ખડકાઈ જતાં કૌતુક સર્જાયું

અમદાવાદમાં થલતેજના ગાર્ડનમાં રાતોરાત સ્ટીલનું મોનોલિથ સ્ટ્રક્ચર ખડકાઈ જતાં કૌતુક સર્જાયું: દુનિયામાં 30 દેશોમાં આવું થયું, એલિયન્સ મૂકી ગયાની માન્યતા
વિશ્વભરના 30 દેશના વિવિધ શહેરોમાં જોવા મળેલો મોનોલિથ ગુજરાતના અમદાવાદમાં દેખાયો છે. થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે.

મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે. જે એક સ્ટીલનું સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યું અને કોણે ઊભું કર્યું તેની કોઈની પાસે કોઈ જ જાણકારી નથી. આ રહસ્યમય મોનોલિથ અમદાવાદમાં જોવા મળતાં લોકોમાં પણ તેને જોવાનું ઉત્સુકતા જોવા મળી છે.

આ વર્ષે નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કંન્ટ્રી રોમાનિયા તથા અન્ય સ્થળે મોનોલિથ જોવા મળ્યા હતા. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 30 દેશોના વિવિધ સ્થળોએ આ રહસ્યમય મોનોલિથ જોવા મળ્યા છે.

સિમ્ફની ગાર્ડનમાં કામ કરનાર માળીએ મીડિયાને જણાવ્યું તે અનુસાર એક દિવસ સાંજે ઘરે ત્યારે ગાર્ડનમાં કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર ન હતું. પંરતુ જ્યારે બીજા દિવસે સવારે તે ગાર્ડનમાં ફરી આવ્યા ત્યારે ત્યાં મોનોલિથ જોવા મળ્યું હતું. આ અંગે તેમણે ગાર્ડનના મેનેજરને પણ માહિતી આપી હતી. અહીં જોવા મળેલા મોનોલિથની ઊંચાઈ 6 ફૂટથી વધારે છે અને એટલું જ નહીં

તેને જમીનમાં ઊભા કરાયાના કોઈ ચિન્હો પણ જોવા મળ્યાં નથી. કેટલાક લોકો તેને મિસ્ટ્રી સ્ટોન પણ કહી રહ્યા છે.

સિમ્ફની ગાર્ડનમાં અચાનક પ્રગટ થયેલા ત્રિકોણાકાર સ્ટીલના સ્ટ્રક્ચરના મોનોલિથમાં કેટલાક નંબર પણ લખાયેલા જોવા મળ્યાં છે. ગાર્ડનમાં આવતાં લોકો તેને કૂતુહલતાથી જોઈ રહે છે. લોકો તેની સાથે તસવીરો પણ પાડે છે. આ મોનોલિથના ઉપર એક સિમ્બોલ પણ જોવા મળ્યું છે. સિમ્ફની ગાર્ડન પીપીપી ધોરણે ઊભા કરાયો છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સિમ્ફની કંપનીએ મળીને પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે ગાર્ડન બનાવ્યો છે. પરંતુ અહીં જોવા મળેલા મોનોલિથની જાણકારી AMC કે ગાર્ડન સંચાલન કરનાર પાસે નથી