શું ખાવું જોઈએ સવાર ના નાસ્તામાં? મોટાભાગે લોકો નથી જાણતા અને પરિણામે નોતરે છે રોગ, તો આજે જાણીલો સમ્પૂર્ણ માહિતી…

428

આપના જીવનમા બપોરના અને સાંજના ભોજન કરતાં સવારમાં કરવામાં આવતા નાસ્તાનું ઘણું વધારે મહત્વ રહેલું છે. તેના લીધે ડાયટ એક્સપર્ટ સવારમાં કરવામાં આવતા નાસ્તા વિશે કેટલીક માહિતી આપતા હોય છે. સવારે નાસ્તામાં આપણે પોષક તત્વ વગરની વસ્તુને ખાવાથી ઘણું નુકશાન થાય છે. તેથી આપણે હમેશા પૌષ્ટિક નાસ્તો કરવો જોઈએ.

નાસ્તામાં ફાઈબર, પ્રોટીન અને ફેટ વાળી વસ્તુ વધારે ખાવાનું રાખવું જોઈએ. તેનાથી ટાણે બપોર સુધી ભૂખ નહીં લાગે. જ્યારે આપણે પોષક તત્વ વગરનો નાસ્તો ખાઈએ ત્યારે આપના દિવસની શરૂઆત સુસ્તીથી થાય છે. તેનાથી વજન વધારો પણ થઈ શકે છે. આપણે સવારે શું હાઈએ છીએ તેના વિષે આપણને ખબર હોતી નથી. તેથી ઘણા લોકોને ખબર હોતી નથી કે તેમણે નાસ્તામાં શું ખાવું જોઈએ. આજે આપણે જાણીએ કે સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ.

સવારે નાસ્તામાં આ વસ્તુઓ ખાવી જોઈએ :

ઈંડા ખાવા જોઈએ :

સવારે નાસ્તામાં આનું સેવન સામાન્ય રીતે ઘણા લોકો કરતાં નથી જે લોકો ઇંડાનું સેવન કરે છે તેને સવારે નાસ્તામાં ઇંડાનું સેવન કરવું જોઈએ. સવારે ઈંડા ખાવાથી તમારું પેટ બપોર સુધી ભરેલું રહેશે. આનાથી ભોજનમાં કેલેરીનું પ્રમાણ ઓછું થાય છે. તેનાથી બ્લડ શુગર અને ઇન્સ્યુલીનનું સ્તર નિયંત્રણમાં રહે છે. તમને પસંદ હોય તો તમારે સવારે ઈંડા માથી બનેલ આમલેટ, બાફેલ ઈંડું અથવા કાચું ઈંડું ખાવું જોઈએ.

દાળિયા :

આને ખાવાથી કેલેરી ઓછી થાય એટલું જ નથી શરીરને પણ ઘણા ફાયદાઓ થાય છે. તેમાં બીટા ગ્લુક્ન રહેલું હોય છે. તેથી આનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. તેમાં ખાસ ઓમેગા ૩ ફેટી એસિડ, પોટેશિયમ અને ફિલેટ રહેલું હોય છે. આ સિવાય તેમાં એન્ટી ઓક્સિડંટ હોવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

ચીયા બી અને અળસી :

ચિયા બીમાં વધારે માત્રામાં પોષક તત્વ રાગેલા હોય છે. તેમાં ફાઈબરનું સ્ત્રોત હોય છે. ૨૮ ગ્રામ ચિયા બીમાં ૧૧ ગ્રામ ફાઈબર રહેલું છે. તેથી સવારે આને નાસ્તામાં ખાવું જોઈએ. તમને પસંદ હોય તો બદામ અને નારોએલના દૂધ સાથે આને લઈ શકો છો. અળસિ ખૂબ પૌષ્ટિક હોય છે. તેમાં પણ ફાઈબર વધારે માત્રામાં રહેલું હોય છે. આને ખાવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઓછું થાય છે.

સૂકો મેવો :

આપણે બધા જાણીએ છીએ કે સૂકો મેવો ખાવાથી આપના શરીરને કેટલા લાભ થાય છે. તેથી આવે સવારે ખાવો જોઈએ. તે ચરબીના સ્તરને નિયંત્રણમાં રાખે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું હોય છે. તેનાથી હ્રદય ની બીમારી અને ઇન્ફલેમેશનનું જોખમ ઘટી જાય છે. સવારે નાસ્તામાં પસંદ હોય તો આનો પાઉડર દહીમાં નાખીને અથવા પનીર સાથે ભેળવીને લઈ શકાય છે.

પનીર :

પનીર સવારના નાસ્તા માટે સૌથી ઉત્તમ છે. તેમાં વધારે પ્રોટીન રહેલું હોય છે. તે મેટાબોલીઝમ વધારે છે. તેમાં રહેલ લીનોલીક એસિડ વજન ઓછું કરવામાં મદદ કરે છે. એક કપ પનીરમાં ૨૫ ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે. તેથી આને સવારે ખાવું જોઈએ.

ફળ :

સવારે નાસ્તા માટે ફળ સૌથી ઉત્તમ છે. તેમાં બધા પ્રકારના પ્રોટીન, વિટામિન અને પોટેશિયમ રહેલ હોય છે. તેમાં કેલેરીનું પ્રમાણ પણ જરૂરિયાત પ્રમાણે હોય છે. તેમાં વિટામિન સી વધારે માત્રામાં હોય છે, તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તેમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે.

સવારે નાસ્તામાં આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ :

સવારે સેરિયલ્સ નાસ્તો :

સવારે નાસ્તામાં મોટાભાગના લોકો આ ખાદ્ય વસ્તુનું સેવન કરે છે પરંતુ તેને ખાવું જોઈએ. આનો મતલબ એવો થાય છે કે અનાજ માથી બનતી વસ્તુઓ. આ વસ્તુઑ ખૂબ વધારે છે. બજારમાં ઘણા આવા પ્રકારના નાસ્તા મળે છે તે શરીરમાં લાભ કરવાને બદલે નુકશાન કરે છે.

ફ્રૂટ જ્યુસ :

વારંવાર ભૂખ લગાવી અને વજન વધવો અને કોઈ જૂની બીમારીની સમસ્યા હોય ત્યારે તમારે સવારે નાસ્તામાં આનું સેવન ન કરવું જોઈએ. અત્યારે બજારમાં જે ફ્રૂટ જ્યુસ મળે છે તેમાં ઘણી વસ્તુઓને ભેળવે છે. તેનાથી નુકશાન થાય છે. આમાં વધારે શુગર હોવાથી સવારે આનું સેવન ન કરવું. આને લેવાથી ઇન્સ્યુલીન વધે અને બ્લડ શુગરમાં વધારો થવાથી થાક, વધારે ભૂખ લગાવી જેવી તકલીફ થાય છે.

ટોસ્ટ અને માખણ :

અત્યારે મોટાભાગના લોકો બ્રેડ બટર ખાવાનું વધારે પસંદ કરે છે. તેનાથી શરીરને નુકશાન થાય છે. માખણમાં વધારે માત્રામાં ટ્રાન્સફેટ હોય છે. તે હાનિકારક કૃત્રિમ ફેટ રહેલું હોય છે. આને લાંબા સમય સુધી ખાવાથી હ્રદય રોગ થઈ શકે છે. તેનાથી બ્લડ સુગરનું સ્તર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહેતું નથી.

મીઠું દહી :

ઘણા લોકો એવું સમજે છે કે મીઠું દહી સવારે ખાવું જોઈએ. આનું સેવન સવારે ન કરવું જોઈએ. તેમાં પણ ફ્લેવર વાળું દહી તો સાવ ન ખાવું. તમને દહી પસંદ હોય તો ઘરે બનાવેલ તાજું દહી ખાઈ શકો છો. આને બીજી કોઈ રીતે સવારે ન ખાવું જોઈએ.

પૂરી શાક :

આખા દિવસમાં કામ વધારે હોવાથી ઘણા લોકો સવારે રોટલા રોટલી કે પૂરી શાક ખાય છે. તેનાથી તેનું વજન વધી શકે છે. આખી રાત કઈ ન ખાવાથી પેટ ખાલી રહે છે તેનાથી સવારે ભારે ખોરાક ન ખાવો જોઈએ. તેથી સવારે ક્યારેય અનાજથી બનેલ ભારે નાસ્તો ન કરવો.