આ વૃક્ષોના પાન -ફળ -ફૂલ -છાલ છે, ઔષધિઓ, કરે છે રામબાણ ઇલાજ, વાંચો !

2775

આ વૃક્ષો માથી બનેલી ઔષધિઓ કરે છે રામબાણ ઇલાજ,

જાણો તેનાથી થતા ફાયદાઓ..

વૃક્ષો અને છોડવાઓ આપણા વાતાવરણનો એ ભાગ છે જેને લીધે આપણે ઓક્સિજન મેળવીએ છીએ.

વૃક્ષો આપણા વાતાવરણને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે અને હવામાથી ખરાબ કાર્બનડાયોક્સાઇડ વાયુ ને પણ શોષે છે.

આ વૃક્ષો આપણને જીવન આપે પણ છે અને આપણૂ જીવન બચાવે પણ છે, કેમકે આ બધા ઝાડમાથી આપણને વિવિધ પ્રકારની ઔષધિઓ પણ મળે છે.

જેનાથી કેટલીય બિમારીઓનો આપણે ઇલાજ કરી શકિએ છીએ.

૧. અર્જુનઃ ભારતમાં અર્જુન ના વૃક્ષો વિશાળ માત્રામાં જોવા મળે છે તેનો ઔષધિ તરીકે પુષ્કળ પ્રમાણ મા ઉપયોગ થાય છે. અર્જુન ની છાલ માથી બનેલી ઔષધિ હ્રદયની બિમારીઓ મા લાભદાયક છે અને તેનાથી ઘણી બિમારીઓ નો ઇલાજ કરવામાં આવે છે. અર્જુનની છાલ નો પાઉડર બનાવીને તેને પાણીમા મિક્સ કરીને ઉકાળી લો અને ત્યા સુધી ઉકાળો કે જ્યા સુધી પાણી અરધુ થઈ જાય. દરરોજ આ ઉકાળા નુ સેવન કરવાથી હ્રદય ની ધમનિઓ નુ બ્લોકેજ ધિમેધિમે ખુલવા લાગે છે. અર્જુન ની છાલ ને જીભ ઉપર રાખીને દેને ચુસવાથી હ્રદય ના અનિયમિત ધબકારો નિયમીત થવા લાગે છે જેનાથી ઘણૉ ફાયદો મળે છે.

૨. લિમડોઃ લિમડાનુ ઝાડ ત્વચાને લગતી સમસ્યાઓ માથી છુટકારો મેળવવા મા ખુબ જ ફાયદાકારક છે. લિમડાના પાન નુ સેવન કરવાથી મોઢા પણ થતા ખિલ, દાગ-ધબ્બા, ફોડલીઓ અને ધાધર-ખુજલી મા આરામ મળે છે. તેના પાઉડર નુ ચુર્ણ દરરોજ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ મા રહે છે અને તેના પાન ને નહાવાના પાણીમા નાંખીને નહાવાથી ચર્મરોગો થવાનો ખતરો ટળે છે.

૩. બાવળઃ બાવળ નુ વૃક્ષ એક કે બે નહિ પણ ઘણીબધી બિમારીઓ મા ફાયદાકારક છે. તેના સેવન થી ડાયાબીટીસ મા રાહત મળે છે અને સાથે જ સ્ત્રિઓ નુ વાંઝિયાપણુ પણ દુર થાય છે. જો કોઇ મહિલાને માસિક દરમિયાન ખૂબ જ વધુ માત્રા મા લોહિ પડવાની સમસ્યા થતી હોય તો બાવળ ની છાલ નો ઉકાળો બનાવીને પિવાથી તે સમસ્યા દુર થાય છે. ચામડિ જો દાઝી ગઈ ઓહ્ય તો તેના પણ બાવળ ની છાલ નો પાઉડર નારીયેળ ના તેલ મા મિક્સ કરીને લગાડવા થી ચામડીમા જલન ઓછી થાય છે અને દાઝ નો ડાઘ પણ નથી થતો.


૪.તજ : તજની છાલ ભારે હોવાથી અતિસારના રોગમા તેનાથી આરામ મળે છે. છાલનુ બારીક ચુર્ણ બનાવીને લગાડવાથી ટુટેલા હાડકા, મુંઢ ઘા અને કોઇપણ પ્રકારનો જખમ હોય તો તેમા આરામ મળે છે અને તેનાથી સાયટીકામા પણ લાભ થાય છે.વજન ઓછું કરે છે. વધે છે ઇમ્યૂનિટી,પીસીઓએસના પ્રભાવને કરે છે ઓછું મગજને વધુ કાર્યક્ષમ બનાવે છે,દાંતના દર્દમાં રહે છે રાહત,વધે છે સાંભળવાની ક્ષમતા ત્વચામાં લાવે છે નિખાર

૫. અશોકઃ આ વૃક્ષ મા ઔષધીય ગુણ હોવાની સાથે સાથે તેને શોક (દુઃખ) નષ્ટ કરનાર વૃક્ષ તરીકે પણ ઓળખવા માં આવે છે. એવુ કહેવામા આવે છે કે આ વૃક્ષ ની નીચે બેસવાથી લોકો નુ દુઃખ હળવુ થાય છે. અશોકની છાલ અને ફુલ બન્ને ને સરખી માત્રામા પાણીમા મિક્સ કરીને રાતભર રહેવા દો અને સવારે તેનુ સેવન કરો તેનાથી લોહી પડતા હરસ દુર થશે અને સાથે સાથે તેની છાલ માથી બનેલા ઉકાળાને પિવાથી ફોડલી ઓ મા પણ રાહત થાય છે. વૃક્ષો મા અનેક ગુણૉ હોય છે અને દરેક જીવ માટે તેનો સૌથી મોટો ફાયદો તેમાથી બનતી ઔષધિઓ છે. કેમકે તે આર્યુવેદિક પદ્ધતિ થી આપણા શરીર ના કેટલાય રોગો નાબૂદ કરે છે અને સાથે સાથે બીજી દવાથી થતી કેટલીય આડઅસરો થી પણ આપણને બચાવે છે.