શાકાહારી જેવી લગતી આ વસ્તુઓ હકીકતમાં નોન-વેજ છે. તો ભૂલથી પણ શ્રાવણ-માસમાં આ વસ્તુ ન ખાવી જોઈએ..

880

શ્રાવણ મહિનામાં નોન-વેજ ન ખાવું જોઈએ. જો તમે પણ શ્રાવણ માસમાં નોન-વેજ ખાવાનું ન ખાતા હોવ તો આ લીસ્ટ પર એકવાર નજર ફેરવી લો. કારણ કે આપણે રોજીંદા જીવનમાં ઘણી વસ્તુઓ શાકાહારી સમજીને ખાઈએ છીએ તે શાકાહારી નથી હોતી. તો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુ છે.

૧) સૂપ :- સૂપ બધાને જ પસંદ હોય છે પણ જો તમે એને શાકાહારી સમજીને પીવો છો તો ચેતી જજો. મોટેભાગે રેસ્ટોરન્ટ માં સૂપ બનવા માટે જે સોસ વપરાય છે, તે માછલીમાંથી બનાવામાં આવે છે. તો હવે તમે રેસ્ટોરન્ટમાં જાવ તો વેઈટરને એક વાર જરૂર પૂછી લો.

૨) તેલ :- ખાવાનું બનવા માટે તમે જે તેલ નો ઉપયોગ કરો છો, તેને ધ્યાનથી જોવો. જો તેલમાં ઓમેગા-૩ ફેટી એસીડ હોય, તો તે તેલ શાકાહારી નથી. ઘણા તેલમાં વિટામીન-D હોવાનો દાવો કરવામાં આવે છે. તેમાં લેનોલીન હોય છે જે પ્રાણીમાંથી મળે છે. તો હવે તેલ ખરીદતા પહેલા તેની માહિતી જરૂર વાંચી લેવી જોઈએ.

૩) વ્હાઈટ શુગર:- વ્હાઈટ શુગરને તૈયાર કરતી વખતે એને સાફ કરવા જે પ્રક્રિયા થાય છે તેમાં નેચરલ કાર્બનનો ઉપયોગ થાય છે. આ નેચરલ કાર્બનએ પ્રાણીઓના હાડકામાંથી બનાવામાં આવે છે.

૪) બીયર અથવા વાઈન :- ઘણા લોકો બીયર અને વાઈન પીવે છે, અને એમ માને છે કે, એ ફળોના રસમાંથી બને છે. આ બીયરને બનવા માટે ઈજીન્ગ્લાસનો ઉપયોગ કરવા આવે છે, જે માછલી માંથી મળે છે.

૫) જામ :- ઘણા ઘર એવા છે કે, જે સવારે નાસ્તામાં બ્રેડ અને જામ ખાવાનું પસંદ કરે છે. જામમાં જીલેટીન હોય છે. જીલેટીનએ પ્રાણીમાંથી મળે છે.

૬) દહીં :- જો તમે બજારમાંથી દહીં ખરીદો છો, તો તેના પેકેટ પર લખેલી માહિતી જરૂર વાંચી લો. જો તેમાં જીલેટીન હોય તો તમારું એ દહીં નોન-વેજ હોય છે.