જાણો…ઓરી અને અછબડા વિષે.

3366

ઓરી–

ઓરીએ બાળકમાં વિષાણુથી થતો રોગ છે.

માતા તરફથી એને એન્ટીબોડી મળવાને કારણે સામાન્ય રીતે પાંચથી છ મહિનાનું બાળક થાય ત્યાં સુધી ઓરી થતા નથી,

આ રોગોના વિષાણું એકબીજાના પ્રત્યક્ષ અથવા પરોક્ષ સંપર્કમાં આવવાથી થાય છે

તેનો સંચય કાળ દસથી પંદર દિવસનો છે

આ રોગોના વિષાણું રોગીના નાક, આંખ અને ગળાના સ્ત્રાવમાં પણ રહે છે.

જાણો તેના લક્ષણો

સખત તાવ આવે અને ઝીણી અડાઈ જેવી ફોડકી નીકળે.

ઉધરસ આવે – ઊલટી થાય, અવાજ ઘેરો થઈ જાય,
આખા શરીરે ફોડકીઓ નીકળે, ભૂખ ન લાગે, હાથ-પગ કળે, બળતરા થાય,

ગળામાં સોસ પડે, શરદી ઉધરસ થાય,

નાકમાંથી પાણી નીકળે છે સાત દિવસ રહે છે,

વાયરસ એકબીજાના સંપર્કથી થાય છે વાયરસ આજુબાજુમાં હોય ત્યારે તે થાય છે આ ચેપીરોગ છે

જાણો ઓરીની સારવાર

બાળકને સ્વચ્છ હવા – ઉજાસ વાળી જગ્યામાં જ રાખવું જોઈએ

કારેલાના પાનનો ઉકાળો બનાવી પાવો, આરામ આપો બીજાના સંપર્કમાં ન આવે તે જોવું,

હરિદ્વાર ચૂર્ણ મધ સાથે આપવુ, ત્રીફળાના પાણીથી નવડાવવું..

લીમડાના પાનનો ઉકાળો કરી પીવડાવું, તેમજ તાજી વસ્તુ જ આપવી.

કરંજના પાનનો રસ આપવો ભાત – ખીચડી આપવા.

બાળકને આહારમાં તીખુ – તળેલું ન આપવું,
ભારે ખોરાક ન આપવો..

વાઈ વર્ણની છાલ પાણીમા ઉકાળીને તે પાણીથી બાળકને નવડાવવું..

તુલસીનો રસ + જેઠીમધનું ચૂર્ણ, સવાર-સાંજ આપવું જોઈએ.

પથ્યા પથ્ય –

બાળકને તીખું-તળેલું ખોરાક ન આપવું,

પ્રવાહી ખોરાક બાળકને વધારે આપો,

સ્વચ્છતા જાળવવી, ઓરી ન થાય તે માટે વેક્સિન રસીકરણ આપવી જોઈએ, પણ ઓરી નીકળી ગયા પછી રસી ન આપાય

અછબડા-

અછબડા એ વિષાણુથી થતો રોગ છે

શરીર ઉપર છૂટાછવાયા ફોડલા જેવું નીકળે છે તેની અંદર પાણી ભરાય છે

તે 24 કલાક પછી પીળું પડીને સુકાઈ જાય છે

શરૂઆતમાં સુકાયેલી ફોડકી ના ડાઘા શરીર પર દેખાય છે પરંતુ ધીમે-ધીમે તે જતા રહે છે

છાતી પર પ્રથમ દેખાય છે
તાવ – બળતરા, શરદી ઉધરસ થાય છે તેવા લક્ષણો જોવા મળે છે.

સારવાર-

ચંદન પાઉડરનો લેપ શરીર પર લગાવો

ગળા નો રસ પીવડાવવો તથા આમળાનો રસ પીવડાવો

લીમડાના પાન ઉકાળી તે પાણીથી બાળકને નવડાવવું

કરંજ ના પાન ઉકાળી તે પાણીથી બાળકને નવડાવવું

લીમડાનો અને તુલસીનો રસ મધ સાથે આપવો

જેઠીમધનો ઉકાળો બનાવી કોગળા કરાવવા તેમજ જેઠીમધનો પાઉડર આપવો

કરિયાતું આપવું જેઠીમધ સ્ટીક

કાળીજીરી ઈન્દ્રજવ કાળી મરીનો પાવડર પાણી સાથે આપવો.