શું જમ્યા પછી તમે થોડું ચાલો છો. જો ના ! તો વાંચી લો આ, તરત જ શરુ કરી દેશો ચાલવાનું સાથે જાણો કોણે કેટલું ચાલવું જોઈએ….

3901

જો તમે જમ્યા પછી જો હળવી કસરત કે ચાલવાની પ્રવૃત્તિ કરતા હોવ તો તે હેલ્થ માટે તો સારું જ છે. આપને જાણીએ છીએ કે ગુજરાતી ડિશમાં સામાન્ય પણે ચરબીનું પ્રમાણ વધુ હોય છે. અને ફેટ વધુ હોય તેવો ખોરાક લેવાથી લોહીમાં ફેટનું પ્રમાણ પણ વધે છે. જો ચરબીવાળો ખોરાક લીધા બાદ થોડું વૉકિંગ કરવામાં આવે તો પેટની ચિંતા થોડી હળવી તો થઇ જ જાય છે.

lking-

અને આમ પણ આપને ગુજરાતીમાં એક કહેવત છે ને કે જમ્યા પછી સૂઇ જવું અને મારીને ભાગી જવું. જોકે આ કહેવતને અમલમાં મૂકવા જેવી તો નથી જ પણ કેટલાક લોકોને મોડી રાત્રે જમવાની અથવા તો જમીને તરત સૂઇ જવાની આદત પાળતા હોય છે. જે તમારી પેટની ચિંતામાં વધારો કરે છે.

સામાન્ય રીતે વધારે ફેટ હોય તેવું ફૂડ લેવાથી લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ વધી જતું હોય છે. ટ્રાઇગ્લિસરાઇડ ફેટનો એક પ્રકાર છે. જેમાંથી શરીર એનર્જી મેળવે છે. તે એનર્જીનો મોટો સ્ત્રોત છે.

સ્વસ્થ રહેવા માટે એ જરૂરી પણ છે, પરંતુ જો તેનું લેવલ વધી જાય તો તેનાથી હ્ય્દયના રોગ થવાની પણ શક્યતાઓ છે. ફેટવાળો ખોરાક તો લોહીમાં ફેટનું પ્રમાણ વધારે જ છે, પરંતુ એ સિવાય અન્ય કારણો પણ છે જેના કારણે લોહીમાં ફેટનું પ્રમાણ વધે છે ઓબેસિટી, ડાયાબિટીસ, થાઇરોઇડ, કિડનીના રોગ, ખર્ચવાના હોય તેના કરતાં વધુ કેલરી ઇન્ટેક અને આલ્કોહોલના રોજિંદા સેવનથી ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ લોહીમાં વધે છે.

જમ્યા બાદ તરત જ ક્યારેય કસરત કરવી ન જ જોઇએ, કારણ કે જમ્યા પછી તમારા શરીરમાં લોહીનો ફ્લૉ પેટમાં પડેલા ખોરાકને પચાવવાના કામમાં લાગ્યો હોય છે. અને એવામાં આપને કસરત કરીએ તો લોહી મસલ્સમાં આવે છે જે નુકશાન કરે છે.

ભોજન બાદ સૌથી જરૂરી પ્રક્રિયા ખોરાકને પચાવવાની હોય છે. જો તમે હેવી કસરત કરશો તો ખોરાકને પચાવવાના કામમાં અવરોધ ઊભા થશે. શરીરમાં રહેલી વધારાની કેલરી બાળવા માટે કસરત તો રોજ કરવી જ જોઇએ, પરંતુ જમ્યા પછી કરાતું સાદું વૉકિંગ રોજિંદી કસરતની યાદીમાં તો ન સમાવી શકાય.

આપણને ખબર જ છે કે જમ્યા પછી હળવું ચાલવાથી કેલરી બળે છે અને પાચનશક્તિ તેજ થાય છે. જમવામાં ફેટ વધુ લેવાઈ ગઈ હોય તો લોહીમાં ફેટનું પ્રમાણ વધતું અટકે છે. સુગર હાઇ હોય તો તેને કન્ટ્રોલ કરવામાં પણ આનાથી મદદ મળે છે. લોહીમાં ફેટનું પ્રમાણ ઘટવાના કારણે કાર્ડિયોવાસ્ક્યુલર રોગ થવાનું રિસ્ક પણ ઘટે છે.

જમ્યા બાદ ચાલવું તે પ્લેઝર વૉક તરીકે ઓળખાય છે. જમ્યા પછી ઓછામાં ઓછું ૫૦૦ થી ૧૦૦૦ મીટર તો ચાલવું જ જોઈએ તે ચાલવાથી ગેસની સમસ્યા થતી નથી અને પાચનક્રિયામાં રાહત મળે છે  જોકે ડિનર પછીનું ચાલવાનું એક્સરસાઇઝના રૂપમાં ન હોવું જોઇએ. જોકે જે વ્યક્તિના શરીરમાં જેમ કે, હાર્ટ કે પગમાં લોહીનું પરિભ્રમણ ઓછું થતું હોય તેમણે જમ્યા પછી વૉક કરવું હિતાવહ નથી. બીજી એક વાત એ પણ છે કે હેવી ડિનરને શક્ય હોય તો ટાળવું. રાત્રે પેટ ભરીને ન જમવું અને મોડું ન જમવું..