આ કારણે લોકો ઉડાવતા હતા મજાક, જુઓ પહેલાં અને હવેની તસવીર..જાણો કેવી રીતે..

0
253

અમદાવાદઃ જો તમારું વજન વધારે હોય તો તેની સીધી અસર તમારા આત્મવિશ્વાસ પર પડે છે. આટલું જ નહીં તમે વેસ્ટર્ન આઉટફિટ પહેરતા સંકોચ અનુભવતા હોવ છો. અમદાવાદના જશોદાનગરમાં રહેતી 22 વર્ષીય નીકિતા પહેલાં ઓવરવેઈટ હતી. જોકે,

તેણે મનથી નક્કી કર્યું અને 40 કિલો જેટલું વજન ઉતાર્યું. આપણે નીકિતાનું આ ટ્રાન્સર્ફોર્મેશન એના જ શબ્દોમાં જાણીશું. એક સમયે નીકિતાનું વજન 96 કિલો હતું અને હાલમાં તેનું વજન 56 કિલો છે. નીકિતાએ એક વર્ષની અંદર આટલું વજન ઉતાર્યું હતું.

વજન ઉતારવાનો વિચાર કેમ આવ્યો?

મને વિવિધ પ્રકારના વેસ્ટર્ન ડ્રેસિસ પહેરવા ઘણાં જ પસંદ છે પરંતુ મારું ફિગર એ રીતનું નહોતું અને લોકો હંમેશાં મારી મજાક ઉડાવતા હતાં. આ વાતથી મને ઘણી જ શરમ આવતી હતી. આટલું જ નહીં મને લિગામેન્ટ્સનો પ્રોબ્લેમ્સ હતો અને તેને કારણે મારી તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી.

રે એક વર્ષ સુધી ટોટલ બેડ રેસ્ટ કરવો પડ્યો હતો. આને કારણે પણ મારું વજન ઘણું જ વધી ગયું હતું. ભવિષ્યમાં ઘુંટણની કોઈ સમસ્યા ના થાય તે માટે ડોક્ટર્સે મને વજન ઓછું કરવાની સલાહ આપી હતી.

વધુ વજન હોવાને કારણે કઈ મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો હતો?

હું વેસ્ટર્ન આઉટફીટ પહેરી શકતી નહોતી અને તેને કારણે હું મારી ઉંમર કરતાં વધુ મોટી લાગતી હતી. લોકો હંમેશાં મને જાડી અને મોટી કહેતા હતાં. આ ઉપરાંત મને હેલ્થને લઈને પણ સમસ્યા રહેતી હતી. સૌથી ખરાબ વાત તો એ હતી કે લોકો હંમેશાં મારી મજાક જ ઉડાવતા રહેતા હતાં.

વેઈટલોસ જર્ની દરમિયાન ડેઈલી રૂટિન કેવું હતું?

ડેઈલી રૂટિનમાં હં ભરપૂર ન્યૂટ્રીશિયન રિચ ડાયટ લેતી હતી અને વર્કઆઉટ કરતી હતી. આ ઉપરાંત જેટલી વાર જમુ તેમાં પ્રોટીન જરૂરથી લેતી હતી.

હાલનો વર્કઆઉટ પ્લાન શું છે?

હાલમાં મસલ્સ બનાવવા તથા ફેટ બર્ન કરવા પર ફોક્સ કરું છું.

બ્રેક ફાસ્ટઃ મારા દિવસની શરૂઆત એપ્પલ સિડાર વિનેગારમાં લીંબુ નાખીને પીવાથી થાય છે. કલાક બાદ હું ઓટ્સ, ફ્રૂટ્સ, એગ્સ, દૂધ આમાંથી કોઈ પણ એક વસ્તુ લઉં છું. મારા બ્રેકફાસ્ટમાં ડ્રાય ફ્રૂટ્સ અચૂકથી હોય છે.

લંચઃ હું રોજ એક કપ ભાત, શાકભાજી, પનીર, સૂપ અને એક મોટી વાટકી દાળ લેતી હોઉં છું.

ડિનરઃ ડિનરમાં હું ક્યારેક ફણગાવેલા કઠોળ તથા એગ તો ક્યારેક પનીર લેતી હોઉં છું.

વર્કઆઉટ પહેલાંઃ બ્લેક કોફી તથા કેળું, વર્કઆઉટ બાદઃપ્રોટીન શેક તથા એગ્સ

ચીટ ડેઃ મને જે ઈચ્છા થાય તે ખાઈ લેતી હોઉં છું. જોકે, મોટાભાગે મને આઈસક્રીમ તથા કોઈ પણ મીઠાઈ ખાવાની બહુ ઈચ્છા થાય. આમ પણ મને મીઠાઈ બહુ જ ફાવે છે.

વર્કઆઉટમાં શું કરો છો?

હું વોકિંગ તથા જોગિંગથી મારું વર્કઆઉટ શરૂ કરું છું. ત્યારબાદ હું જીમિંગ અને વર્કઆઉટ કરું છું. મારા વર્કઆઉટમાં વેઈટ ટ્રેનિંગ તથા હાઈ-ઈન્ટેસિટી વર્કઆઉટ સામેલ હોય છે.

વજન ઉતાર્યા બાદ કઈ બાબતનું ધ્યાન રાખવાનું? :વર્કઆઉટ તથા ડાયટ બંનેમાં મૉડરેશન રાખવું જરૂરી છે.

વજન કેવી રીતે મેઈન્ટન કરો છો? : યોગ્ય વર્કઆઉટ તથા યોગ્ય ડાયટ પ્લાનથી.

વજન ઉતર્યા બાદ કેવું ફીલ કરો છો? : બહું જ સારું ફીલ કરું છું અને મને રોજ સારા સારા કોમ્પ્લિમેન્ટ્સ મળે છે.

હાલમાં શું કરો છો? : હું હાલમાં અમદાવાદમાં ફાર્મસી કરું છું અને ટૂંક સમયમાં ડાયટિશિયન સર્ટિફિકેટનો કોર્સ શરૂ કરીશ.

વર્કઆઉટના પહેલાં દિવસે એવો વિચાર આવ્યો હતો કે આ મારાથી નહીં થાય?

ના એવો કોઈ વિચાર આવ્યો નહોતો. પહેલી વાર જ વર્કઆઉટ કરતી હોવાથી થાક લાગ્યો હતો પરંતુ એવો વિચાર નહોતો કે આવ્યો કે હું નહીં કરી શકું.

એક પોઈન્ટ બાદ વજન ના ઉતર્યું હોય એવું બન્યું હતું ખરા?

હા, એવું બન્યું હતું. શરૂઆતમાં વજન ઉતર્યા બાદ પછી વજન નહોતું ઉતરતું પરંતુ પ્રોપર ડાયટ ફૂડને કારણે કોઈ વધુ વાંધો આવ્યો નહોતો.

ગુજરાતીઓની કઈ બાબત ડાયટને લઈ ખરાબ છે?

ગુજરાતીઓ રાતના 12 વાગ્યા પછી બહારના નાસ્તા કરે છે અને તેમાંય ખાસ કરીને ફરસાણ ખાય છે, તે બહુ જ ખરાબ છે. ગુજરાતીઓને ફરસાણ ખાવાની આદત હોય છે, તે ટાળવું જોઈએ. જમવાનો અને નાસ્તાનો ટાઈમ ફિક્સ રાખવો જોઈએ.

વેઈટ લોસ દરમિયાન તમે શું શીખ્યા?

વેઈટ લોસ દરમિયાન મેં મનમાં એક વાતનો મને ખ્યાલ આવ્યો કે પ્રોપર ફૂડ જરૂરી છે. તમે મનથી નક્કી કરી નાખો તો તમને કોઈ રોકી શકે તમે નથી.

 

10 વર્ષ બાદ તમે તમારી જાતને ક્યા જુઓ છો? : હું ત્યારે પણ ફીટ એન્ડ હેલ્થી જ રહેવા જ ઈચ્છીશ.

તમે વજન ઉતર્યા બાદ કઈ બાબતો સ્ટ્રીક્લી ફોલો કરો છો? : હંમેશાં સમયસર જમી લેવાનું અને હંમેશાં જે ખાવું છું, તે કેટલા પ્રમાણમાં તેનું ધ્યાન રાખું છું.

વર્કઆઉટ દરમિયાન તમે કેવી રીતે તમારી જાતને ઉત્સાહી રાખતા હતાં? : મારા જીવનનો ઉદ્દેશ હતો કે ‘સખ્ત મહેનત કરો અથવા જે છો એ જ રહો’ હું દરેક વર્કઆઉટ સેશન દરમિયાન ફોટો ક્લિક કરતી હતી. આ વાત મને ફોક્સ રાખતી અને ઉત્સાહ આપતી હતી.

ફિટનેસ સીક્રેટઃ  હું ભરપૂર માત્રામાં ગ્રીન સલાડ લઉં છું અને જમતા પહેલાં બે ગ્લાસ પાણી પીવું

છું. આ ઉપરાંત હું રોજ કેટલી કેલરી લઉં છું, તેનું ધ્યાન રાખું છું.

કેવી રીતે મોટિવેટ રહેતા હતાં? : પોતાની ક્લોથિંગ સાઈઝ XXLથી XS આવે તે બાબત સૌથી વધુ મોટિવેટ કરે છે.

: નમસ્કાર મિત્રો :
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરશો. બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર. “ આપણું ભાવનગર” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, ............................................................ ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે ............................................... Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of Apnu Bhavnagar. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.