સંબંધોને મજબુત કરવા કરો આ જાદુઇ શબ્દનો ઉપયોગ, તમારાથી કોઇ નહીં જાય દૂર

435

શું તમે જાણો છો એ ક્યા જાદુઇ શબ્દો છે જે તમારી લવ લાઇફને મજબુત બનાવે છે. આ શબ્દો ન તો માત્ર સંબંધોને મજબુત બનાવશે સાથે જ એકબીજામાં વિશ્વાસ પણ બનાવી રાખે છે. જોકો સંબંધોને મજબુત રાખવા કપલે નાની નાની વાતનું ધ્યાન રાખવું જોઇએ તેના પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં “હું” ની જગ્યાએ “આપણે” શબ્દનો ઉપયોગ કરવાથી સંબંધો ઓછા વણશે છે. આવો જાણીએ અભ્યાસમાં શું થયો ખુલાસો.

અભ્યાસમાં જણાવાયું કે “હું” ની જગ્યા “આપણે” શબ્દનો ઉપયોગ કોઈ પણ સંબંધ પર ખૂબ જ અસરકારક અસર કરે છે. જ્યારે લોકો આપણે શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે લાગે છે કે વ્યક્તિ ફક્ત પોતાના વિશે નથી વિચારતો તે તેના સાથી વિશે પણ વિચારે છે.

આ સંશોધનમાં લગભગ 30 મુદ્દાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં 5300 લોકોએ ભાગ લીધો હતો. આ સંશોધનમાં ભાગ લેનારા લોકો પર થયેલ સંશોધનથી જાણવા મળ્યું કે “અમે” અને “આપણે” જેવા શબ્દોથી પાર્ટનરને સહભાગીનો અહેસાસ થાય છે. જેથી તે વધુ ખુશ રહે છે.

લીડ ઓથ એલેક્ઝાન્ડર કરણે કહ્યું છે કે,આ બધા અભ્યાસો કર્યા પછી અમને જાણવા મળ્યુ છેકે  અમે કહેતા સંબંધમાં સ્વતંત્રતા અને રોમેન્ટિક સંબંધ દર્શાવે છે.

સંશોધકોએ આ સંશોધનમાં ભાગ લેનારા લોકોને સંતોષ, પોઝિટિવ અને નેગેટિવ પાસા સાથે તેમનું માનસિક અને ફિઝિકલ હેલ્થ જેવા ફેક્ટર્સને પણ ચકાસ્યું હતું. જે બાદ આ તારણ કાઢવામાં આવ્યુ હતુ કે સંબંધોનું માધુર્ય જાળવી રાખવા આ શબ્દો ધણા ઉપયોગી છે.