આ ઉનાળામાં ખાનપાન અને પરહેજી આ રીતે પાડો એક પણ રોગ નહિ થાય..

185

વર્ષ દરમિયાન બદલાતી આબોહવા અને વાતાવરણની અસરોથી શરીરને બચાવવા માટે ઋતુ પ્રમાણે ખાનપાનમાં ફેરફાર કરવો જરૂરી રહે છે. મુખ્ય ત્રણ ઋતુઓ છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ…

જેમાં શિયાળો કારતકથી મહા, ઉનાળો ફાગણથી જેઠ અને ચોમાસું અષાઢથી આસો માસ સુધીનું ગણવામાં આવ્યું છે. આ મુખ્ય ઋતુઓની પણ પેટા ઋતુઓ કુલ છ છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. જે પૈકી કારતક અને માગશર માસને હેમંત, પોષ અને મહામાસ ને શિશિર, ફાગણ અને ચૈત્ર માસને હેમંત, ગ્રીષ્મ ઋતુને વૈશાખ અને જેઠ, વર્ષાને અષાઢ અને શ્રાવણ તથા હેમંતને ભાદ્રપદ અને આસો માસ આ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલી છે. દરેક ઋતુને એનું આગવું પ્રભુત્વ છે. વૈવિધ્ય છે.

ગ્રીષ્મ..

સૂર્ય તેનાં સીધાં કિરણો અને તેની પૂર્ણ તાકાત સાથે તપે છે. કાકા કાલેલકરે એને પણ પ્રકૃતિની લીલારૂપે ‘વૈશાખનો બપોર’ માં વર્ણવી છે. વૈશાખ અને જેઠ માસના ધોમધખતા બપોરનું પણ એક સૌંદર્ય હોય છે. જોકે ગરમીના પ્રભાવને કારણે ત્રાસરૂપ અનુભવાય છે. વારંવાર લાગતી પ્યાસને બુઝાવવા માટે ઠંડા પાણીનો આશરો ઝંખે છે.

આ ઋતુમાં તાપમાં બહુ ફરવાથી શરીરની ત્વચા સનપિગ્મટ લાગી જવાથી શ્યામ પડી જાય છે. ભોજન પ્રત્યે અરુચિ જાગે છે, લૂ લાગી જાય તો ઝાડા-ઊલટી થઈ જવાનો ભય પણ રહે છે. તેથી પેટભરીને ન જમવું તથા ભૂખ્યા પન્ન ને રહેવું.

કાચી કેરી આવવાની શરૂઆત થઈ ગઈ હોય છે. તેના મધુર કાચાં ફળો, ડુંગળી, ગોળ વગેરે આહારમાં લેવાથી લૂ લાગવાનો ભય રહેતો નથી. બપોરે આરામ કરવામાં વાંધો નથી. બરફનું સેવન પ્રમાણભાન ભૂલીને ન કરવું. કફ આ ઋતુમાં યથાસ્થાને હોય છે. વ્યાયામ કરવો સલાહભર્યો નથી. દારૂ વગેરે નશાકારક પીણાં પણ આ ઋતુ માટે હિતકારક નથી. ત્યાં સુધી માટીના ગોળાનું શિતળ જળ ઇચ્છનીય છે.

શરીર પર શીતળ જળ વડે સ્નાન અને સુગંધી ઉબટન લગાડવા. ચંદનાદિ લેપ કરી સ્નાન કરવું તથા સૂર્યના તાપને કારણે કાળી પડી ગયેલી ત્વચા પર હળદરના ચૂર્ણમાં લીંબુ નાખી તેનો લેપ લગાડવો. બપોરે કોકમનું શરબત પીવાથી પણ કોઠામાં ઠંડક થાય છે. ફરીથી, આ ઋતુમાં મંદાગ્નિ થઇ જતો હોઇ હળવો ખોરાક લેવો ઇચ્છનીય છે.