તમે પણ સ્માર્ટફોન જોડે રાખીને સૂવો છો ? થઈ જાવ સાવધાન નહીંતર ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહો..

474

સ્માર્ટફોન આજે આપણાં જીવનનું અભિન્ન અંગ થઈ ગયું છે. સ્માર્ટફોન વગર આપણે રહી શકીએ તેમ નથી. જો એકાદ મિનિટ માટે પણ આપણે સ્માર્ટફોન ચેક ના કરીએ તો આપણને લાગે છે કે આપણા જીવનમાં કંઈ ખૂટી રહ્યું છે. જોકે, વધુ પડતો ઉપયોગ આપણા મનને અસર કરે છે. આની સીધી અસર યૌન ક્ષમતા પર પણ પડે છે.

એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે સ્માર્ટફોન પોતાની સાથે રાખીને સૂઈ જનારા લોકોની યૌન ક્ષમતા પ્રભાવિત થઈ રહી છે. મોરક્કોના કાસબ્લાંકામાં શેખ ખલીફા બેન ઝાયદ ઈન્ટરનેશનલ વિશ્વવિદ્યાલય હોસ્પિટલના યૌન સ્વાસ્થય વિભાગે આ વાતનો ખુલાસો કર્યો છે. ખુલાસામાં ઘણાં લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં, જેમાંથી 60 ટકા લોકોના યૌન જીવનમાં સ્માર્ટ ફોનને કારણે સમસ્યા આવી છે.

મોરક્કો વર્લ્ડ ન્યૂઝે જાહેર કરેલાં રિપોર્ટમાં વૈજ્ઞાનિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે 600 લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાંથી 92 ટકા લોકો રાત્રે સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હતાં. આમાંથી માત્ર 18 ટકા લોકોએ જ બેડરૂમમાં ફોન ફ્લાઈટ મોડ પર રાખવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

અભ્યાસમાં એ વાત પણ સામે આવી હતી કે સ્માર્ટફોને 20થી 45 વર્ષની વ્યક્તિઓને અસર કરી છે. આમાં 60 ટકા લોકોએ કહ્યું હતું કે તેમની યૌનક્ષમતા પર અસર પડી છે. 50 ટકા લોકોએ યૌન જીવન ખરાબ થયું હોવાની વાત સ્વીકારી કરી હતી, આ લોકો લાંબા સમયથી સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હતાં.

અમેરિકન કંપની શ્યોરકોલે અભ્યાસમાં જણાવ્યુ કે લગભગ 3\4 લોકો રાતે પોતાના પલંગ પર અથવા તો જોડે સ્માર્ટફોન રાખીને સૂવે છે. આમાંથી જે લોકો પોતાનો ફોન જોડે રાખીને સૂવે છે, તેમને ડિવા ઈસ દૂર થવાની ચિંતા છે. અભ્યાસમાં સામે 1\3 લોકોએ સ્વીકાર્યું કે ઈનકમિંગ કોલનો જવાબ આપવાની મજબૂરી પણ આંનદમાં સમસ્યા ઉત્પન્ન કરે છે.