શું તમે પણ ટૂંક સમય મા જ ઘટાડવા માંગો છો ચરબી? તો તુરંત કરો આ કામ, જાણો તમે પણ…

333

અત્યારના સમયમાં જો કોઇ મોટી સમસ્યા હોય તો છે જાડાપણું. બધા વ્યક્તિ જાડાપણાથી ખૂબ ચિંતિત છે. અત્યારે સ્ત્રી અને પુરુષના વજન વધવાના કારણે તેનું પેટ વધીને બાર નીકળે છે પણ તે હાડકા કે માસ દ્વારા નથી નીકળતું તેમાં રહેલી ચરબી થી આપણું પેટ વધવા લાગે છે અને ચરબી વધવાનું મુખ્ય કારણ આપણો ખોરાક છે. તમારી નાની નાની ભૂલને કારણે તમને ચરબી વધવા લાગે છે. નાની ઉમરના વ્યક્તિઓ પણ આ બિમારીથી પરેશાન છે. ઘણા પ્રયત્ન કરવા છતાં પણ તેમાં રાહત થતી નથી.

આજે અમે આ લેખમાં કેવી રીતે વજનને આસાનીથી ઘટાડી શકાય તેના વિશેના ઉપાયો જણવીશું.જો આટલી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે વજનને કંટ્રોલમાં કરી શકશો અને આગળ જતા તમને આ સમસ્યા નહી રહે. જો તમારા સબંધી કે દોસ્તો પણ આ બિમારીથી પરેશાન છે તો આ લેખ તેમને પણ શેર કરો જેથી તેમને પણ આ સમસ્યામાંથી છુટકારો મળી શકે.

યોગ- સૂર્યનમસ્કાર

જો દરરોજ યોગ કરવામાં આવે તો ૮૦ % શરીરની ચરબી દૂર થાય છે. પેટ અને કમરની ચરબી માટે સૂર્યનમસ્કાર સૌથી બેસ્ટ છે. તે કરવાથી થોડા સમયમાં જ ચરબી દૂર થવા લાગશે. સવારમાં ૨૦ થી ૨૫ મિનિટ સુધી દરરોજ યોગ કરવાથી એક મહિનામાં ફાયદો થવા લાગશે. ભૂખ્યા પેટે આ યોગ કરવાથી તેની અસર વધારે જોવા મળશે અને ચરબી દૂર થાય છે.

ગ્રીન ટી

અત્યારે બધાને સવારમાં ચા પીવાની ટેવ હોય છે પરંતુ જો તમારે ચરબી ઘટાડવી હોય તો સવારમાં ચા પીવાનું ટાળો. ચા માં રહેલા દૂધ અને ખાંડથી વજન વધે છે. માટે સવારમાં દરરોજ ગ્રીન ટી પીવી જોઈએ. ગ્રીન ટી પીવાથી શરીરમાં થતી ચરબીને તે ઘટાડશે અને વજનને પણ ઘટાડે છે. એટલે દ્દુધ અને ખાંડ વગરની ચા જેને ગ્રીન ટી કહેવાય છે. ખાંડ ખાવાથી શરીરમા ઘણા રોગ થાય છે. માટે સવારમાં ગ્રીન ટી પીવાથી શરીરમાં થતી ચરબીને તે ઘટાડશે અને વજનને પણ ઓછો થશે.મોટા ફિલ્મી સ્ટારો પણ સવારમાં કોફીની જગ્યાએ ગ્રીન ટી પીવે છે.

ભૂખ્યા રહેવું

જો વજન ઘટાડવું હોય તો ભૂખ્યા રહેવાથી વજન ઘટેશે. તમારી દરરોજ અચરકુચર વસ્તુ ખાતા હોય તો તે બંધ કરવી અને અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવો જોઈએ. પરંતુ જો તમે ભૂખ્યા રહી ના શકો તો મહિનામાં અગિયારસના દિવસે તેનો ઉપવાસ કરવો એવું કરવાથી વજન પણ ઓછું થશે અને ઉપવાસ પણ થઈ જશે. ભારતીય પુરાણોમાં એવું કહેવામાં આવે છે અગિયારસ એ ઉપવાસ કરવાનો સૌથી સારો સમય છે. આ બધા જાતિના લોકો આ અગિયારસના ઉપવાસ કરી શકે છે.

આમ મહિનામાં બે વખત ભુખ્યા રેહવાથી ઘીમે ઘીમે અઠવાડિયામાં ભૂખ્યા રેવાની ટેવ પડશે. છ દિવસ ખાવાનું અને એક દિવસ ભૂખ્યું રહેવાનું એવું કરવાથી તમારો વજન ઘટવા લાગશે અને તળેલી વસ્તુ ખાવાનું ટાળો. ભૂખ્યા રેહવાથી શરીરના અંગોને એક દિવસની રાહત મળે છે. જેથી તમે સરળતાથી બધું કામ કરી શકો.

વોકિંગ

 

જો ઘરમાં રહેતા લોકોએ આ કામ કરવું ખૂબ જરૂરી છે. દરરોજ જમ્યા પછી ૩૦ મિનિટ સુધી ચાલવું જોઈએ. રોજ એક જગ્યા પર બેસી રેવાથી પાચન થતું નથી માટે રોજ જમ્યા પછી વોકિંગ કરવું જોએ જે લોકો ઘરમા બેસીને કામ કરતા હોય તે વ્યક્તિને ખાસ ચાલવું જોઈએ. જમ્યા પછી પાચન ન થાય તો ઘણા રોગ થાય છે. એટલે જ રોજ ૧૫ થી ૨૦ મિનિટ ચાલવાથી શરીર તંદુસ્ત બને છે અને સ્વાથ્ય પણ સારું રહે છે.

મધ

શરીર માટે મધ ખૂબ ઉપયોગી છે. મધ અને લીબુંનો રસ પીવાથી શરીરમાં રહેલી ચરબીને તે દૂર કરે છ. શરીરની ૬૦ % ચરબી મધથી દુર થાય છે. આયુર્વેદમાં મધને ઘણા રોગ માટે વાપરવામાં આવે છે. પેટની ચરબીને દૂર કરવા માટે ગરમ પાણીમાં એક ચમચી મધ અને લીંબુ નાખી પીવામાં આવે તો ચરબી જલ્દીથી દૂર થાય છે. આ પ્રોયગ જો એક મહિનો કરવામાં આવે તો પેટમાં રહેલી ચરબી જલ્દીથી ઉતરવા લાગશે અને શરીરને સ્વસ્થ અને સારું બનાવે છે અને શરીરને ફીટ પણ રાખશે.