શું સફેદ માટીના માટલા માંથી પીવામાં આવતું પાણી શરીરને નુકસાન કારક છે ? જાણો ! સાચી તપાસ બાદ આવેલું આ એક સત્ય !!.

0
4346

આ માહિતીને વાંચીને તમને તમામ પ્રકારના તમારા મનમાં આવતા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે..

શું સાચે જ આ માટલા કચરામાંથી બને છે ?કે પછી કોઈ બીજી રીતે બને છે ? અને બીજી રીતે બને છે તો કઈ રીતે બને છે ?શું હાનિકારક કચરામાંથી સફેદ માટલા બની શકે છે ? આ પાણી પીવામાં આવે તો કેવા પ્રકારના રોગ થઈ શકે ?

આજ કાલ આ એક ન્યુઝ બહુ વાઈરલ છે. ટેકનોલોજી જેટલી માણસ માટે ઉપયોગી છે ક્યારેક તે જ હાનીકારક બની જાય છે. સોસીયલ મીડિયાનો ઉપયોગ તો સારા કામ માટે કરવો જોઈએ. અને તેના માટે જ તેની શોધ થઇ પણ આજ કાલ અમુક લોકો તેમાં ગમે તેવા ખોટા ન્યુઝ કોઈ પણ જાત ના નોલેજ વિના જ બેફામ પોસ્ટ કરી રહ્યા છે. અને હમણાં જ એક આવી ખબર કોઈક એ પોસ્ટ કરી હતી કે સફેદ માટલા એ ફેક્ટરી માંથી વધેલા કચરા માંથી બને છે. જેમાં પાણી નાખી ને પીવાથી ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.

પોસ્ટ કરનાર વિષે તો કોઈ જાણકારી નથી. પણ લોકો પણ બેફામ આવી ખબરો ને સેર કરે છે અને આં ન્યુઝ પણ ખુબ જ વાઈરલ થઈ અને લોકો આવું માનવા પણ મંડ્યા કે સાચે આવું જ હશે સફેદ માટલા ફેક્ટરી માંથી નીકળતા કચરા માંથી બને છે.

આ સાચી માહિતી લોકો સુધી પહોંચે તે માટે અમે આ માહિતી આપને જણાવીએ છીએ કે, તમને જણાવી દઈએ કે આ મેસેજ એક અફવા છે…

આ વાત ની જડ સુધી પહોચવા માટે અમુક લોકો એક ફેમસ માટલા બનાવવા વાળા ભાઈ પાસે ગયા અને ત્યાં જઈ અને પુછતાછ કરી કે શું છે આ વાત ની હકીકત ?

હાલ ઘણા મેસેજ Whatsapp માં ફરે છે, કે સફેદ માટલાનું પાણી પીવું જોઈએ નહિ પણ શું આ ખરેખર સાચું છે ?

જાણો ! સત્ય હકિકત અને પછી સેર કરશો…

તે કોઈ જાણ્યા વિના આ મેસેજને સેર કરી રહ્યા છે, ત્યારે આ કામ કરતા એક ભાઈ એ કહ્યું કે આ માટલામાં કાળી માટી જ ઉપયોગમાં લેવામાં આવી છે જયારે આ કાળી માટીને ૯૦૦ ડિગ્રીથી ઉપર પકવવામાં આવે છે ત્યારે આ કાળી માટી માંથી સફેદ માટી થઇ જાય છે આમાં કોઇપણ પ્રકારની રાસાયણિક કચરો કે બીજું કઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી અને આ મેસેજ સફેદ માટલામાં પાણી પીવું જોઈએ નહિ તેવો આ મેસેજ તદ્દન ખોટો છે અને આ મેસેજથી ખુબ જ દુખ છે અને નાના માણસો જે માટલા બનાવે છે તેને નુકસાન પણ થયું છે અને આ જ પ્રક્રિયાને તમે રૂબરૂ જોઈ શકો છો,

વીટીવીની ટીમ પણ આ બાબતે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ પર પહોંચીને તપાસ કરી હતી, જેનો વિડીઓ નીચે છે, આ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ માટલા ગુજરાત ફર્ટીલાઇઝર કંપનીમાંથી કાઢી નાખેલા કચરા માંથી નથી બનતું. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ નથી તેથી આ વાયરલ મેસેજ તદન ખોટો છે,

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search – apnubhavnagar @apnubhavnagar
#apnubhavnagar