આ ઉનાળામાં કેરીની ગોટલી ભેગી કરવાનું ભૂલતા નહી નહિતર પસ્તાશો ! વાચો સંશોધન શું કહ્યું..

0
614

ગજરાતની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન થયું છે, ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં – વિટામીન’ બી-૧૨’ની ઉણપ હોય જ છે. તે દૂર કરવામાં ‘ગોટલી’ મદદરૂપ બની શકે છે.

કરી ખાધા પછી કચરામાં ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની ‘વિટામિન બી-૧૨’ ની કમી દૂર થઇ શકે છે.

તવી જ રીતે –
આ ગોટલીમાંથી મળતું ‘મેન્ગીફેરીન’ નામનું ઘટક – માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું કહેવું છે.

ગજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં – તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે…

તમનું કહેવું છે કે – ૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.

કરીની ગોટલીમાં – સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ‘ફાઈટોકેમિકલ્સ’ છે.

આ બધાં ઘટકો – વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે…

તમનું કહેવું છે કે – માનવ શરીર માટે જરૂરી વીસ (૨૦) એમિનો એસિડમાંથી – નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી.

આ નવ(૯) એમિનો એસિડ – ૧) ફિનાઇલ એલેનિન, ૨) વેલિન, ૩) થ્રિઓનિન, ૪) ટ્રીપ્ટોફન, ૫) મેથેઓનિન, ૬) લ્યૂસિન, ૭) આયસોલ્યુસિન, ૮) લાયસિન અને ૯) હિસ્ટિડિન…

કેરીની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે. એમિનો એસિડમાંથી તૈયાર થતાં ‘પ્રોટીન’ જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

બીજા શબ્દોમાં કહીએ તો – જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે. શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે. માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામીન બનતા નથી.

આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે. કરીની ગોટલીમાંથી વિટામિન C, K અને E મળે છે.  જે શરીરમાંથી કચરો દૂર કરનારા ‘એન્ટિ ઓક્સિડન્ટ’ તરીકેની ભૂમિકા પણ ભજવે છે.

તેમજ. કેરીની ગોટલીમાંથી – સોડિયામ, પોટેશિયમ, કેલ્સિયમ, મેગ્નેસિયમ, આયર્ન (લોહતત્વ) જસત, મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે.

કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે. વળી, શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી. ભારતમાં ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. તમાંથી છ ટકા કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે.

તમાંથી નીકળતી ગોટલીમાંથી  કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ઉપરાંત. ૪૪ થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ,
એમિનો એસિડ. ઉપરાંત, જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે.

કરીની ગોટલીમાં – સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી. તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.

ગોટલીમાંનું ‘મેન્ગીફેરિન’ નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે, કરીની ગોટલીમાં જોવા મળતું આ ‘મેન્ગીફેરિન’ નામનું ઘટક – ડાયાબિટીશને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે.

તેમજ, તેમાંના ‘આઈસો મેન્ગીફેરિન’ અને ‘ફ્લેવોનાઈડ્સ’ જેવા ઘટકો – ‘કેન્સર’ અને ‘મેદસ્વિતા’ જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.

આ અંગેની વધુ વાત કરીએ તો  – આપણા આહારમાં ‘પોલીસેકરાઈડ’ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે. આ સ્ટાર્ચનું વિઘટન થાય. ત્યારે – તેમાંથી સુગર અલગ પડે છે. અને, તે બ્લડમાં ભળે છે. આ માટે આંતરડાંમાં – ‘એમિલાઈઝ’ નામના પાચક રસો ઝરે છે.

આ રસો સ્ટાર્ચમાંની ‘સુગર’ ને અલગ પાડવાનું કામ કરે છે. પરંતું, મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે. તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી. તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો – બ્લડમાં સુગર ભળતી જ નથી. તેથી ડાયાબિટીશ ‘અંકુશ’ માં રહે છે !! છાલ’ સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે. કેરીની ગોટલીની માફક કેરીની ‘છાલ’માં પણ મેન્ગીફેરિન છે.

તેથી – પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે… તો – તેનાથી ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે.

છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં ‘ફાઈબર’ પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે. શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.

તેથી કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો રાખજો. ભલે કદાચ એટલા ફાયદા ન પણ થાય પણ આ નુકશાન તો કરતુ નથી જ ને.

: નમસ્કાર મિત્રો :
તમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરશો. બસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર. “ આપણું ભાવનગર” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો, ............................................................ ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે ............................................... Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of Apnu Bhavnagar. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.