જાણો ! ધૂપ કરવાનું મહત્વ અને તેના અનેક છે ફાયદા….

616

આજે તમને આ વાત સાથે એક ચમત્કારી ઉપાય પણ જણાવી દઈએ જેને કરવાથી તમને લાભ ઝડપથી થશે.

આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ઘરમાં નિયમિત પૂજા થાય તેવું વિધાન છે. પૂજાની અલગ અલગ વિધિમાં પણ ધૂપ કરવાનું મહત્વ સૌથી વધારે ગણવામાં આવ્યું છે. ઘરમાં સવારે તેમજ સાંજે ધૂપ કરવાથી અનેક લાભ થાય છે. મોટાભાગે દરેક ઘરમાં ધૂપબત્તી અથવા અગરબત્તી તો કરવામાં આવતી જ હોય છે.

જેનાથી પણ ઘરમાં સુગંધ પ્રસરે છે અને ધૂપ જેવી જ અનુભૂતિ થાય છે. જો કે અગરબત્તી કરતાં પણ વધારે અસરકારક હોય છે કપૂર અથવા ગાયના ગોબરમાંથી બનેલા છાણાનો ઉપયોગ કરીને થતો ધૂપ. આ પ્રકારે ઘરમાં ધૂપ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.

આ વાત તો થઈ રોજની પૂજામાં ધૂપ કરવાના મહત્વની. પરંતુ આજે તમને આ વાત સાથે એક ચમત્કારી ઉપાય પણ જણાવી દઈએ જેને કરવાથી તમને લાભ ઝડપથી થશે. આમ તો ઘરમાં કોઈપણ ધૂપનો ઉપયોગ કરવાથી લાભ જ થાય છે પરંતુ પૂજા સામગ્રીના અભિન્ન અંગ એવા કપૂર અને પીળી સરસવનો ઉપયોગ કરીને જો ઘરમાં ધૂપ કરવામાં આવે તો ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે.

જી હાં આ ઉપાયને ધ્યાનથી વાંચી લો જેથી તમને યાદ રહી જાય ભાગ્યોદય કરનાર ઉપાયની વિધિ. આ વિધિ અમલમાં મુકનારના ઘરમાં ધનની ખામી રહેતી નથી.

કપૂરનો ચમત્કારી ઉપાય..

ઘરમાં મંદિરમાં સ્થાપિત ભગવાન સમક્ષ ગાયના છાણમાંથી બનેલું છાણું રાખવું. તેના પર એક ચમચી પીળી સરસવ રાખવી અને તેના થોડું ઘી ઉમેરીને પ્રજ્વલિત કરી દેવું. આ રીતે ધૂપ રોજ સાંજે કરવો. શાસ્ત્રોનુસાર આ ઉપાય કરનારના ઘરમાં ધનના ભંડાર ભરેલા રહે છે. કોઈની ખરાબ નજર પણ ઘરની સુખ-શાંતિનો ભંગ કરી શકતી નથી.

અન્ય એક ઉપાય અનુસાર રવિવાર કે મંગળવારના રોજ ઘરની બહારની ચારે તરફ પીળી સરસવ છાંટવી જોઈએ. સરસવ ઘરના મુખ્ય દરવાજાથી પૂર્વ દિશા તરફ આગળ વધતાં છાંટવી.

આ ઉપાય કરવાથી પણ ઘરની સુખ-શાંતિ પર કોઈની ખરાબ નજર નહીં પડે.

ઘર જો વાસ્તુ અનુસાર ન હોય તો પણ રોજ સવારે અને સાંજે ઘરમાં કપૂરનો ધૂપ કરવો. કપૂરના ધૂપની અસરના કારણે વાસ્તુદોષ દૂર થશે. આ ઉપરાંત ઘરની તિજોરી આસપાસ પણ કપૂર પ્રગટાવીને ધૂપ આપવો. તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.