બાળકોના મગજ માટે ખતરનાક છે આ પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ ! માતા-પિતા ચેતજો…

1000

બજારમાં વેચાતા પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ઉપરાંત આવા તૈયાર જ્યુસમાં પોષક તત્વોની પણ કમી હોય છે. તેથી દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આવા ફ્રૂટ જ્યુસથી દૂર રાખવા જોઈએ.

કન્ઝ્યુમર રિપોર્ટ્સના એક અભ્યાસ અનુસાર, અમેરિકામાં વેચાતા ૪૫ ફેમસ બ્રાન્ડના ફ્રૂટ જ્યુસ પ્રોડક્ટ્સની તપાસ કરતા અમુક પ્રોડક્ટ્સમાંથી કેડમિયમ, ઈનઑર્ગેનિક આર્સેનિક અને મરક્યુરી મળી આવ્યું છે. અભ્યાસ દરમિયાન જે બ્રાન્ડ્સના જ્યુસનો સમાવેશ કરવામાં આવ્યોક હતો તેમાં લગભગ અડધાથી વધારે બ્રાન્ડના જ્યુસમાં મેટલનું સ્તર ખૂબ જ વધારે મળ્યું હતું. જ્યારે સાત પ્રોડક્ટ્સ એવા હતા કે જેમાં ભારે માત્રામાં મેટલ મળી આવ્યું હતું.

 

આ પ્રોડક્ટને જો કોઈ બાળક દિવસ દરમિયાન અડધો કપ પણ પીવે તો તેના શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય તેવું હતું. આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે તમે ભલે કોઈ પણ ઉંમરના હોવ પણ તમારા માટે આવા રેડિમેડ જ્યુસ અત્યંત નુકશાનકારક સાબિત થાય છે.

જો સાચું કહીએ તો આવા રેડિમેડ ફૂડ અને ડ્રિન્ક્સમાંથી હેવી મેટલનો સંપૂર્ણ રીતે નાશ કરવો એ અશક્ય છે. અભ્યાસ અનુસાર આ મેટલ બાળકના વિકસતા મગજમાં બાધારૂપ થાય છે અને નર્વસ સિસ્ટમને નુકશાન પહોંચાડે છે.

સોર્સ – navgujaratsamay