હ્યદય અને કિડની સાફ રાખવા ઉપયોગ કરો આ વસ્તુનો, તેમજ આ વસ્તુથી શરીરને મળશે અનેક રોગથી છૂટકારો.

281

આજે આ આયુર્વેદિક વસ્તુ વિષે વાત કરીશું જેનું નામ લગભગ તમે નહીં સંભાળ્યું હોય આ વસ્તુમાં કુદરતી ગુણો રહેલા છે, જેનાથી મોટા મોટા રોગો સામે રક્ષણ કરી શકે છે. આ વસ્તુ આયુર્વેદમાં એક અલગ જગ્યા પર રહેલું છે. તેના ગુણ વિષે ઘણું વિસ્તારથી જાણવામાં આવેલું છે પણ આજે અમે આ વસ્તુના મુખ્ય ઉપયોગ વિષે વાત કરીશું. જે રોગથી માણસો વધારે પીડાઈ રહ્યા છે તેના વિષે વાત કરીશું. શરીરને અલગ અલગ રોગોથી મુક્ત કરવા માટે આ ઉપાય કારગર સાબિત થશે.

આજે જે વસ્તુ વિષે વાત કરવાની છે તેનું નામ મખાના છે. મખાનાએ કમળના ફૂલના બીજ હોય છે. કમળના ફૂલ જેટલા સુંદર છે તેમજ આ તેના બીજ સુંદર અને ગુણકારી હોય છે. શરીર માટે એક અદભૂત ફાયદા કરવાનાર બીજ છે. લોકોને ખબર નથી કે, મખાના કેવી રીતે બનાવવામાં આવે છે. મખાના કમળના બીજના રૂપમાં ઉગાડવામાં આવે છે.

ચાલો જાણીએ મખાના શું શું ફાયદાઓ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. પહેલા જાણો મખાનાને ક્યાં ક્યાં નામથી પણ ઓળખવામાં આવે છે. મખાનાને અંગ્રેજીમાં FOX NUT કહેવામા આવે છે. તે જાપાન, કોરિયા, રશિયા અને એશિયાના તટિય વિસ્તારમાં વધારે થાય છે. તેમજ ભારતમાં બિહાર રાજ્યમાં આ વસ્તુ વધારે થાય છે.

મખાનામાં ખુબ જ માત્રામાં પોષણતત્વ રહેલા છે, જેનાથી શરીરમાં વધારે ફાયદો થાય છે અને તંદુરસ્ત રાખે છે. મખાનામાં મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, ઝીંક, પ્રોટીન જેવા તત્વો વધારે મળી રહે છે. તેનું રોજે સેવન કરવામાં આવે તો શરીરમાં ક્યારે કમજોરી કે નબળાઈ આવતી નથી. મખાનામાં પ્રોટીન વધારે માત્રામાં હોવાથી શરીરની માંસપેશી વધારે મજબૂત થાય છે. મખાનાના રોજના સેવનથી શરીર ફિટ અને તંદુરસ્ત રહે છે.

મખાના કોઈ પણ ઉમરના વ્યક્તિઓ ખાઈ શકે છે તેના ગુણના કારણે બાળકો કે વૃદ્ધો તેને આરામથી પચાવી શકે છે. જેમને ભૂખ ના લાગવાની સમસ્યા છે તેને મખાના રોજે ખાવા જોઈએ તેનાથી ભૂખ ખૂલે છે અને પાચનશક્તિ પણ મજબૂત બને છે. જ્યારે પણ બાળકનો જન્મ થાય પછી તેની માતાને કમજોરી રહેતી હોય છે તેની માટે પણ મખાના ખુબજ ઉપયોગી સાબિત થાય છે. મહિલાને રોજે રાત્રે સૂતા પહેલા થોડા મખાના દૂધના ગ્લાસમાં મિક્સ કરી પીવાથી ઊંઘ સારી આવે છે અને સવારે તાજગી સાથે ઊંઘ ખૂલે છે.

મખાના કિડની તથા હ્રદય માટે વરદાનરૂપ છે. મખાનામાં નમકનું પ્રમાણ ઓછું હોવાના કારણે કિડની સાફ કરે છે અને મજબૂત બનાવે છે. આયુર્વેદ અનુસાર કિડની માટે લાભદાયી છે. મખાનાનું નિતમિત સેવન કરવાથી કબજિયાત જેવા રોગ પણ કંટ્રોલમાં આવે છે. મખાના શરીરની ગંદગી બહાર કાઢવામાં મદદ કરે છે. રોજે નિયમિત સેવન કરવાથી સાંધાના દુખવામાં રાહત કરે છે. અનિન્દ્રા જેવી સમસ્યા પણ દૂર કરવામાં મદદ કરે છે.

મખાનામાં રહેલા તત્વો નપુંસકતા પણ દૂર કરવામાં ફાયદાકારક છે. મખાનામાં ઓછી કેલેરીના કારણે વજન ઘટાડવા માટે તેને નાસ્તાના રૂપમાં પણ ઉપયોગ કરી શકાય છે. ઓછા કોલોસ્ટ્રોલના કારણે હ્રદયની નળીઓ બ્લોકેજ થતાં અટકાવે છે. મખાનામાં ઓછા પ્રમાણમા ચરબી અને અને સોડિયમ રહેલું હોય છે જેથી તેનો નાસ્તામાં કે ભોજનમાં ઉપયોગ કરી શકાય છે. મખાના પ્રોટીનથી ભરપૂર છે તે માટે તેને સૂપ કે નિયમિત ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે. શાકાહારી લોકો માટે પ્રોટીનયુક્ત અને જડપથી ફાયદા વાળો ખોરાક છે.