જાણો ! કાકડામા ઘરેલું ઉપચાર શું છે, અને કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

541

સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે.

હળદરને ઘી માં મેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.

પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.

હળદર અને ખાંડ એક એક ચમચી લઈ ફાકી મારવી. ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.

કેળાની છાલ ગળા ઉપર (બહાર) બાંધવાથી કાકડા હોય તો મટે છે.