જો ઉંમર પહેલા વાળ સફેદ થઈ રહ્યા હોય, તો આ સરળ ઘરેલૂ ઉપાયો અજમાવો:

770

જો તમારા વાળ ઉંમર પહેલાં જ સફેદ થઈ રહ્યા છે તો વધારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને અહીં એક એવો પ્રાકૃતિક અને સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.

આ સરળ ઉપાય તમારા ઘરમાંજ રહેલી વસ્તુઓમાંથી તૈયાર થઈ જશે, પરંતુ તેના માટે થોડી ધીરજ રાખો. અહી તમને વિસ્તારપૂર્વક જાણકારી મળશે. તમને સલાહ આપીએ છીએ કે વાળ કાળા કરવાની સરળ રીતને વાંચો તેના પેહલા તે પણ જાણી લો કે વાળને સ્વસ્થ રાખવા માટે સારું ભોજન લેવું પણ જરૂરી છે. તેના માટે તમારે તમારા ભોજનમાં લીલા શાકભાજી, ફળો અને પ્રોટીનથી ભરપુર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. રંગ  વગરના કાળા વાળ કરવાની ઔષધી બટાકાની છાલમાંથી તૈયાર થાય છે. તેને તમે તમારા ઘરમાં સરળતાથી તૈયાર કરી શકો છો. આ એક જૂનો ઘરેલુ નુસખો છે જે વાળને કાળા કરવાની સાથેજ તેને મૂળથી મજબૂત રાખવામાં  પણ મદદરૂપ સાબિત થાય છે. બટાકાની છાલમાં રહેલ સ્ટાર્ચ વાળને સુરક્ષિત રાખે છે. આગળ વાંચો ઔષધી બનાવવાની રીત.

ઔષધી તૈયાર કરવાની રીત:

બટાકાની છાલમાંથી તૈયાર કરાયેલા હેર માસ્કમાં વિટામિન એ, બી અને સી હોય છે. તે ખોપરી ઉપરની ચામડી પર જામેલા તેલ અને ખોડાને દૂર કરીને તેને સાફ કરે છે. તે ખોપરી ઉપરની ચામડી રોમ છિદ્રોને ખોલે છે, જેનાથી નવા વાળને ઉગવામાં મદદ મળે છે.

આ ઉપરાંત બટાકામાં આયર્ન, ઝિંક, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા ખનીજ જોવા મળે છે જે વાળને ખરતા અટકાવે છે. બટાકામાં રહેલ સ્ટાર્ચ કુદરતી રંગ તરીકે કામ કરે છે, તે ફક્ત વાળને સફેદ થતા અટકાવતું નથી, પરંતું તે વાળને ચમકીલા બનાવે છે.

ઔષધિ બનાવવા માટેની સામગ્રી:

 1. બટાકાની છાલ – ૩ કે ૪
 2. લવેન્ડર તેલ (ઇચ્છા મુજબ)- થોડા ટીપા

  બનાવવાની રીત:

  ત્રણથી ચાર બટાકાની છાલ ઉતારી લો. પછી તેની છાલ લઈને, તેને એક કપ ઠંડા પાણીમાં નાખો. તેને ફ્રાઇંગ પેનમાં નાંખીને સરખી રીતે ઉકાળો. જ્યારે તે સંપૂર્ણ રીતે ઉકળી જાય ત્યારે તેને પાંચથી દસ મિનિટ સુધી ધીમા તાપે પકવો.

  ત્યારબાદ આ મિશ્રણને થોડીવાર ઠંડુ થવા માટે રાખી દો. પછી તેને બરણીમાં ભરો. તેની તીવ્ર વાસથી છુટકારો મેળવવા માટે થોડા ટીપા લવેન્ડર તેલના ઉમેરી શકો છો.

  ઉપયોગ કરવાની યોગ્ય રીત:

  બટાકાની છાલમાંથી તૈયાર કરેલા મિશ્રણને જો સ્વચ્છ અને ભીના વાળમાં લગાવવામાં આવે તો તે વધારે અસર કરે છે. બટાકાની છાલના આ મિશ્રણને તમે માથામાં ધીમે ધીમે લગાવો અને પછી થોડીવાર માટે રાખી દો.

  મિશ્રણ સાથે વાળમાં પાંચ મિનિટ માલિશ કરો અને પછી ત્રીસ મિનિટ સુધી તેને રહેવા દો. જો મિશ્રણ થોડા સમય માટે વાળમાં રહે તો યોગ્ય રીતે કામ કરે છે. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. હવે તમે જોશો કે તમારા વાળ પહેલા કરતા થોડા સારા છે.

  નોંધ:  આ લેખમાં આપેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે તે સંપૂર્ણપણે સત્ય કે સચોટ છે અને તેને અપનાવવાથી અપેક્ષિત પરિણામ મળશે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.