હેડકીમા ઘરેલું ઉપાય અને તેના ઉપચાર

559

થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.

દૂધમાં સુંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાંખવાથી હેડકી બંધ થાય છે. સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.

જાયફળને ચોખાના ધોવાણમાં પીરસીને પીવાથી હેડકી બંધ થાય છે. સુંઠ અને ગોળને ગરમ પાણીમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.

ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડે થોડે વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે. શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.

અડદઅને હીંગનું ચુર્ણ દેવતા પર નાંખી તેનો ધુમાડો મોંમા લેવાથી હેડકી બંધ થાય છે.

ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે. તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.

જીરૂ ખાવાથી હેડકી બંધ થાય છે, આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.