જાણો!! હરસ શું છે અને તેનો ઉપચાર વિષે.

2105

જાણો!! હરસ શું છે અને તેનોઉપચાર વિષે.

હરસ જે દુશ્મનની માફક પ્રાણનો નાશ પણ કરી શકે છે. તેને અર્શ પણ કહેવામાં આવે છે, વાતાદિ- દોષોના ત્વચા -માસ -મેદ તથા તે જગ્યાના રક્તને દુષિત કરી ગુદાસ્થાને નાના પ્રકારની આકૃતિના માંસના અંકુરો ઉત્પન્ન કરે તેને અર્શ – હરસ કહેવામાં આવે છે.

હરસ થવાના કારણો 

 • તીખા તૂરા કડવા લુખા ઠંડા અને વાસી ભોજન નિયમિત સેવન કરવું,
 • પિકી તળેલી તેલ મરચા વાળી વસ્તુ બેકરીની વસ્તુઓ નિયમીત સેવન કરવું,
 • દારૂનું વ્યસન કરવાથી તમાકુનું વ્યસન કરવાથી ઇત્યાદિ વ્યસન કરવાથી,
 • સમય વીતી ગયા બાદ ભોજન કરવાથી,
 • વધારે મહેનત કરવાથી,
 • વધારે ઉપવાસ કરવાથી,
 • વધારે તળકે ફરવાથી, 

હરસના લક્ષણો 

 • મલ ત્યાગ સમયે દુખાવો થાય છે 
 • મલ ત્યાગ સમયે લોહી પડે છે 
 • મલ ત્યાગ નિયમિત થતો નથી 
 • કટકે-કટકે થાય છે 
 • ભૂખ નથી લાગતી 
 • પગ પેડુમાં દુખાવો થાય છે 
 • નબળાઈ લાગે છે 
 • વધારે પ્રમાણમાં રક્ત સ્ત્રાવ થવાથી ચક્કર આવે.

હરસની ચિકિત્સા 

 • છાશનું સેવન કરવું
 • હરડે ચૂર્ણ રોજ રાત્રે લેવું
 • નાગકેસર ચૂનો માખણ સાથે લેવું
 • ચિત્રકાદિવટી લેવી 
 • લઘુ અને સુપાચ્ય ખોરાક લેવો 
 • હરડે અને સૂંઠ ચિત્રકનો ઉકાળો કરી પીવો 
 • ગરમ પાણી નો શેક કરવો (કટિબસ્તિ લેવી)
 • ત્યારબાદ કાશીશાદી કે જાત્યાદિ તેલ લગાડવું ,
 • સુરણ, ચિત્રક, સુઠ અને મરીનું ચુર્ણ ગોળ સાથે લેવું.
 • તેમજ રેચક વસ્તુ આપવી.