બનાવો કાજુ ગાંઠિયા નું શાક ઘરે જ….

577

બનાવો કાજુ ગાંઠિયા નું શાક ઘરે જ….સવારકુંડલાનાં પ્રખ્યાત કાજુ ગાંઠીયાનાં શાકની રેસિપી.સોશિયલ મીડિયામાં ઘણીબધી જગ્યાએ કાજુ ગાંઠિયાની રેસિપી મુકાય છે, પણ ઓરિજનલ રેસિપી હજુ સુધી કોઈએ મુકેલ નથી…સ્પેશિયલ કાજુ ગાંઠિયાની મોનોપોલી કહી શકાય એ ઓરીજનલ રેસિપી આપ સૌ મિત્રો માટે..!

જરૂરી સામગ્રી :150 ગ્રામ તેલ.. રાય, આખું જીરું, આખા ધાણા, 5 રૂપિયાનાં સુકાયેલા લાલ મરચા અને તમાલપત્ર મિક્સ, 150 ગ્રામ ફાડા કાજુ, 40 ગ્રામ ફોલેલી લસણની કળી (ગ્રેવી કરવી) 50 ગ્રામ લીલા મરચા અને આદું ( ગ્રેવી કરવી ), લાલ મરચું પાવડર,

ધાણાજીરું પાવડર, 200 ગ્રામ ડુંગળીની ગ્રેવી, 200 ગ્રામ ટામેટાની ગ્રેવી, 10 રૂપિયાની કિસમિસ (દ્રાક્ષ), થોડો ખાવાનો ગોળ, 5 રૂપિયાના તજ અને બાદિયા ( મીક્ષરમાં પાવડર કરવો), 300 ગ્રામ ડબલમરીના (આખી મરી)ના ગાંઠિયાં, 2 લીંબુ અને સમારેલી કોથમીર…!

બનાવવાની રીત : જેમાં તમે શાક બનાવતા હોય એ વાસણમાં પહેલા તેલ નાખવું, તેલ આવે ત્યારે રાય, આખું જીરું,સુકલાયેલા લાલ મરચાં અને તમાલપત્ર નાખીને 1 મિનિટ માટે તેલમાં રહેવા દેવું..

ત્યારબાદ કાજુ નાખવા કાજુ ફ્રાય (તળવા) કરવા. ત્યારબાદ ડુંગળીની પેસ્ટ નાખવી ગુલાબી કલર પકડાય એટલે તરતજ આદું મરચાની મિક્સ ગ્રેવી ઉમેરી થોડીવાર પછી લસણની પેસ્ટ ઉમેરવી..

ત્યારબાદ લાલ મરચું પાવડર, જીરું પાવડર, અને સ્વાદ પૂરતું મીઠું નાખવું..!

થોડીવાર ચડવા દેવું…ત્યારબાદ છેલ્લે ટામેટાની પેસ્ટ નાખવી…ધીમા તાપે ચડવા દેવું….ત્યારબાદ કિસમિસ ઉમેરી તમને ગળપણ માફક આવે એટલો ગોળ ઉમેરવો…

70% જેટલું ચડયા બાદ ચાર ગ્લાસ પાણી ઉમેરવું.. વધારે પાણી થઈ ગયું એવું વિચારીને મુંજાવવું નહીં કેમ કે એ ગાંઠિયા પાણી પી જશે….!

ગ્રેવી પુરી રસા જેવી થઈ જાય એટલે તરતજ ગાંઠિયાં ઉમેરી દેવા..

થોડું ચડવા દઈને થોડી સમારેલી કોથમીર ઉમેરવી જેથી સમારેલી કોથનીરનો સ્વાદ શાકમાં ભળી જાય અને સાથે જ તજ અને બાદીયાનો પાવડર ઉમેરવો….!

ગાંઠિયાં પોચા પડે ત્યાં સુધી શાકને ખદબદવા દેવું….!શાક તૈયાર થઈ ગયા બાદ ગેસ પરથી નીચે ઉતારીને 2 લીંબુનો રસ અને લીલી કોથમીર ઉમેરવી …

આ થઈ ગયું કાજુ ગાંઠિયાં…. બાજરીના રોટલા અને પરોઠા સાથે છાસ,પાપડ અને સલાડ સાથે આરોગી શકો છો..👍(આટલું શાક ઘરનાં 6-7 સભ્યોને આરામથી થઈ જશે)

નોંધ : બીજા ગાંઠિયાં હશે તો કાજુ ગાંઠિયાનો જેવો જોઈએ એવો ટેસ્ટ નહીં આવે અને આ ગાંઠિયાં સ્પેશિયલ સાવરકુંડલામાં જ બને છે. અને તેના માટે ઘણા કુરિયર દ્વારા પણ ગઠીયા તમારા ઘરે મોકલવી દેતા હોય છે…