શું તમે પણ શરીર ની રોગપ્રતિકારક શકિત વધારવા માંગો છો… તો કરો આ વસ્તુ નું સેવન.

259

ભારત સહિત વિશ્વભરના દેશોમાં જમવાની વસ્તુઓમાં લસણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો બેમિસાલ સ્વાદ અને તીવ્ર સ્મેલ ભોજનને એક અલગ જ સ્વાદ અને અરોમા આપે છે. લસણનો માત્ર ભોજનમાં જ નહીં પરંતુ ઔષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

તેમાં એન્ટી-ઑક્સીડેન્ટ મળી આવે છે જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે અને સંક્રમણથી લડવામાં મદદ કરે છે. શરદીમાં તો લસણનો ઉપયોગ કરવામાં આવે જ છે કારણ કે તેનું સેવન કરવાથી કફ સાફ થાય છે, જેનાથી શ્વાસ લેવામાં થતી પરેશાની દૂર થાય છે. તેમાંથી મળી આવતા તત્ત્વ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લસણ ફેફસાંમાં થતાં ઇન્ફેક્શનથી પણ બચાવે છે.

એક અભ્યાસ અનુસાર, લસણને ભોજનમાં સામેલ કરવાથી ફેફસાંમાં થતાં સંક્રમણથી બચી શકાય છે. લસણમાં મળી આવતું એક રસાયણ સિસ્ટિક ફાઇબ્રોસિસ (એક પ્રકારના આનુવાંશિક વિકાર જેનાથી ફેફસાંમાં સંક્રમણ થાય છે) ના જીવાણુઓને ખત્મ કરે છે. એટલા માટે ફેફસાંમાં થતાં આ સંક્રમણથી બચવા માટે લસણને ભોજનમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે.

લસણમાં એલિસિન નામનું એક કમ્પાઉન્ડ મળી આવે છે. પરંતુ આ માત્ર તાજાં લસણમાં જ મળી આવે છે. લસણમાં મળી આવતું કમ્પાઉન્ડ ભોજન પચાવતી સમયે મિક્સ થઇ જાય છે અને આખા શરીરમાં પહોંચી જાય છે જેનાથી આપણા શરીરને ફાયદો થાય છે. એલિસિન માટીમાં રહેતાં જીવાણુંઓથી પણ રક્ષણ કરે છે.

બ્રિટેનના એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અનુસાર લસણમાં મળી આવતાં તત્ત્વ ફેફસાંના સંક્રમણને અટકાવે છે એટલા માટે લસણ ફેફસાં માટે ફાયદાકારક માનવામાં આવે છે.