દ્રાક્ષ ફળોમાં છે! શ્રેષ્ઠ, દ્રાક્ષની સીઝન ચાલી રહી છે ભરપુર લેજો, જાણો! તેના ભરપૂર લાભો…

507

દ્રાક્ષમાં કેટલાક પ્રમાણમાં તેજાબી તત્ત્વો હોય છે; પરંતુ તે જેમ જેમ પાકતી જાય તેમ તેમ તેમાં સાકરનું પ્રમાણ વધતું જાય છે. મોટા ભાગની શર્કરા ગલુકોઝના સ્વરૂપમાં હોય છે. ફળના વજન સાથે શર્કરાના વજનની તુલના કરીએ તો દ્રાક્ષમાં સૌથી વધારે શર્કરા રહેલી છે, દ્રાક્ષ ની કેટલીક જાતોમાં તો ૫૦ ટકા જેટલી સાકર મળી આવે છે. આ ગલૂકોઝ અગાઉથી પચેલી સાકર છે એ કારણે શરીરમાં તે ખૂબ સહેલાઈથી શોષણ પામે છે.

દ્રાક્ષમાં લોહનું પ્રમાણ અલ્પ હોવા છતાં પાંડુરોગમાં તે ઉપયોગી છે. સંશોધનકર્તાઓના મત પ્રમાણે ફક્ત કેટલાક દિવસ સુધી દરરોજ 300 મિ.લિ. દ્રાક્ષનો રસ લેવામાં આવે તો પાંડુરોગને મટાડી શકાય છે, ૩૦ મિ.લિ. દ્રાક્ષ વડે પાંડુરોગની વૃદ્ધિ અટકાવી શકાય છે.

દ્રાક્ષમાં રહેલાં મૅલિક ઍસિડ, સાઇટ્રિક ઍસિડ અને ટાટરિક ઍસિડ જેવાં તત્ત્વો રક્તશુદ્ધિ કરે છે તેમજ આંતરડાં તથા મૂત્રપીડાઓની કામગીરીને ઉત્તેજન તથા વેગ આપે છે. આ મતને સુપ્રસિદ્ધ આયુર્વેદ નિષ્ણાત વાલ્મટનું સમર્થન છે..

ઉપયોગ : દ્રાક્ષ આખેઆખી ખાઈ શકાય છે. પરંતુ રોગમુક્તિ માટે તો રસ કાઢીને જ પીવો જોઈએ, રસરૂપે જ તે પૂરતા પ્રમાણમાં લઈ શકાય.

લાભ : દરરોજ દ્રાક્ષ ખાવાની કબજિયાત દૂર થાય છે, હરસની તકલીફમાં રાત આપે છે. પિત્તપ્રકોપ તથા પેટની બળતરા શાંત થાય છે.

શરીર નબળું રહેતું હોય, અશક્તિ લાગતી હોય, વજન વધતું ન હોય, ચામડી શુષ્ક થઈ ગઈ જોય, આંખોમાં ઝાંખપ લાગતી હોય અને બળતરા થતી હોય તો દ્રાક્ષના સેવનથી ચોક્કસ ફાયદો થાય છે, થોડા દિવસ દ્રાક્ષનો રસ પીવાથી શરીરમાં રહેલી ખોટી ગરમી દૂર થાય છે અને લોહી શુદ્ધ તથા ઠંડું થાય છે,

સુવિખ્યાત ડૉ. જે. ઍચ. કેલૉગ એક પ્રસંગનું વર્ણન કરતાં જણાવે છે કે, લાંબા સમયથી ઝાડાની તકલીફથી પીડાતું સૈનિકોનું એક પ્રવાસીજૂથ કેટલાક દિવસ દ્રાક્ષના એક બગીચા પાસે થોળ્યું. સૈનિકોએ દ્રાક્ષના રસનું પાન કર્યું ત્યારે તેમના ઝાડા નાબૂદ થઈ ગયા…