દવાના પેકિંગ પર કેમ હોય છે આ લાલ પટ્ટી? જાણો તેની પાછળ રહેલુ આ ગંભીર કારણ

788

દવા ખરીદતી વખતે આપણે ક્યારેય ધ્યાન નથી આપતા કે તેના પર લાલ રંગની પટ્ટી શું દર્શાવે છે.

  • દવા પરના નિશાનને ધ્યાનથી જુઓ
  • મેડીસીન પેક પર કેમ હોય છે લાલ પટ્ટી ?
  • લાલ પટ્ટી શું દર્શાવે છે? 

કેટલીક વાર વસ્તુઓ ખરીદતી વખતે આપણે કંઇ જ ધ્યાન આપતા નથી અને તેના પર રહેલી નીશાનીઓને પણ નજરઅંદાજ કરી દઇએ છીએ. તેમાંથી એક છે દવા. જ્યારે પણ આપણે ટેબલેટ ખરીદીએ છીએ તો તેના પર લાલ રંગની એક પટ્ટી હોય છે, ક્યારેય વિચાર્યુ છે કે તે પટ્ટી શું દર્શાવે છે.

મોટાભાગના લોકો જ્યારે બિમાર પડે છે ત્યારે ડૉક્ટર પાસે જવાની જગ્યાએ સીધા મેડિકલ સ્ટોર પર જાય છે અને પોતાની પરેશાનીને અડધી કહીને દવા ખરીદી લે છે. તેનાથી બિમારી ઠીક તો થઇ જાય છે પરંતુ કેટલીક વાર ગંભીર સાઇડ ઇફેક્ટ થાય છે.

જ્યારે પણ તમને સામાન્ય તાવ કે શરદી થાય છે તો તમે મેડિકલ સ્ટોર પર જવાની જગ્યાએ ડૉક્ટર પાસે જ જાઓ અને તેમની સલાહ બાદ જ દવા ખરીદો.

દવાનો ખોટો ઉપયોગ ન થવો જોઇએ
દવાના પત્તા પર લાલ રંગની પટ્ટી માટે ખુબ ઓછા લોકો જાણે છે પરંતુ ડૉક્ટર્સને તેના વિશે ઘણી ખબર હોય છે. તેના પર રહેલી લાલ રંગની પટ્ટી દર્શાવે છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તે દવાને વેચી શકાય નહી.

એન્ટીબાયટીક દવાઓનો ખોટો ઉપયોગ ન થાય તેના માટે તેના પેકિંગ પર લાલ રંગની પટ્ટી હોય છે.

દવા પર બનેલા નિશાન અવશ્ય જુઓ

  • કેટલીક દવા એવી પણ છે કે જેના પત્તા પર XRx લખેલુ હોય છે. તેનો મતબલ છે કે તે dava મેડિકલમાં નહી પરંતુ સીધી ડૉક્ટર પાસે જ લઇ શકાશે.
  • આ પ્રકારની દવાને ડૉક્ટર સીધી જ પોતાના પેશન્ટને આપી શકે છે.
  • ડૉક્ટર તે દવા લખી આપે તો પણ મેડીકલ સ્ટોરમાં તે દવા નહી મળે.

આ પ્રકારના કારણોને કારણે દવા ખરીદતી વખતે તેના પર લાગેલા નીશાનને ધ્યાનથી જુઓ અને તે શું દર્શાવે છે તે સમજવાનો પ્રયત્ન કરો.