બનાવો ઘરે જ આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ અને બચાવો પોતાને વાયરસથી..

0
1431

બનાવો ઘરે આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ અને બચાવો પોતાને વાયરસથી..

તુલસીના પાન 15 થી 20 અથવા એ પ્રમાણે પાવડર.

અડધી ચમચી હળદર..

ચપટી કાળા મરી –

અડધી ચમચી અજમો…

તજ નો ટુકડો…

ચાર કપના ઉકાળા માટે ઉપર મુજબ વસ્તુ ઉમેરો. અને એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળો.. અને સવારે નરણ કોઠે નવશેકું લો..

આયુર્વેદ ચિકિત્સકના જણાવ્યા અનુસાર ઉપરોક્ત વિશેષ દિવ્ય ઉકાળોના 7 થી 15 દિવસના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે, અને આવા ઘણા દર્દીઓ પર આયુર્વેદિક પ્રયોગ કરવામાં આવ્યો છે..

અને તેમાં ઘણા અંશે સફળતા મળી છે, અને ઘણા લોકોને ઘણી ફરિયાદો બંધ થઈ છે, અને આનાથી જ રોગ પ્રતિકારક શક્તિ વધવા લાગી છે !

જે લોકોને એસીડીટી તથા આ ઉકાળો ગરમ પડતો હોય તેને પાંચ ગ્રામ ગળો અને પાંચ ગ્રામ સૂંઠ લઈ 4 કપ પાણી લઈ એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળી લેવું જોઈએ…