દરરોજ રંગ બદલી રહ્યો છે ખતરનાક કોરોના વાયરસ,સામે આવ્યાં આ નવા લક્ષણ..

271

કોરોના વાયરસ દિવસેને દિવસે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને નવા-નવા સરપ્રાઇઝ પણ લાવી રહ્યો છે.શરૂઆતમાં જ જ્યારે ચીનમાં તેની જાણ થઇ ગતી તો ઘણા દિવસો સુધી તો એવું લાગ્યું હતું કે આ ચેપી રોગ નથી,…

જે એક શખ્સથી બીજા શખ્સમાં ફેલાય. હવે કોરોના વાયરસનું એક નવુ લક્ષણ સામે આવી રહ્યું છે. લક્ષણ ખાંસી, શરદી, તાવ જેવા નથી પરંતુ પગમાં જોવા મળી રહ્યાં છે. કોરોના વાયરસના દર્દીઓના પગના અંગૂઠામાં આ નવા લક્ષણ જોવા મળ્યાં છે.


ઇટલીમાં સૌપ્રથમ જોવા મળ્યાં આ લક્ષણ..

સૌપ્રથમ માર્ચમાં આ લક્ષણ ઇટલીમાં એક 13 વર્ષના બાળકમાં જોવા મળ્યા હતા. તેના પગમાં ઘેરા રંગના ઘા જોવા મળ્યાં. શરૂઆતમાં તો માનવામાં આવ્યું કે કોઇ જીવજંતુના કરડવાથી આવા ઘા થયાં હશે.

કારણ કે નિશાન ઘણી હદ સુધી એવા જ હતાં. પરંતુ પછીથી કોરોનાના અન્ય દર્દીઓમાં પણ આવા લક્ષણ જોવા મળ્યાં. જેના કારણે ડોક્ટરો પણ આ અંગે ચર્ચા કરવા લાગ્યાં. હવે આ લક્ષણો બાળકો અને યુવાનોમાં પણ જોવા મળી રહ્યાં છે.

કોવિડ ટોઝ છે આ લક્ષણનું નામ.. ..

આ લક્ષણને કોવિડ ટોઝ નામ આપવામાં આવ્યું છે. આ લક્ષણ ઘણી હદ સુધી તે લોકોમાં દેખાતા લક્ષણો જેવા છે જે ખૂબ જ ઠંડા વિસ્તારોમાં રહે છે. શિયાળામાં તેમના પગમાં આવા જ નિશાન જોવા મળે છે જેમાં બળતરા થાય છે.

ઇટલીમાં આવા બાળકોમાં કોરોના વાયરસના અન્ય કોઇ લક્ષણ જોવા મળ્યાં ન હતાં. તેના પર ઘણાં ત્વચા રોગ નિષ્ણાતોએ ઘણાં દિવસો સુધી વિચાર-વિમર્શ કર્યો.
કોરોના દર્દીમાં દેખાય છે આ લક્ષણો..

કોરોના દર્દીમાં ફક્ત કફ, તાવ, ગળામાં દુખાવો, થાક, ખાસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા જ લક્ષણો જોવા નથી મળતાં. પરંતુ કેટલાંક દર્દીઓમાં સ્વાદ-સુગંધ ન પારખી શકવા અને આંખો ગુલાબી થઇ જવા જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે.

શું છે દેશ-દુનિયાની સ્થિતિ..

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 24,500થી પણ વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યાં છે. જ્યારે 775 લોકોના મોત થઇ ચુક્યાં છે. સાથે જ કોરોના વાયરસે દુનિયાભરમાં અત્યાર સુધી 28 લાખ લોકોને સંક્રમિત કર્યા છે.

જ્યારે 1.95 લાખ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાની છે. જ્યાં આશરે 9 લાખ લોકો આ વાયરસથી સંક્રમિત થઇ ગયા છે અને 51 હજારથી વધુના મોત થઇ ચુક્યા છે.